આજ જીવનમાં મળે છે સ્વર્ગ અને નર્ક આ રીતે ઓળખી શકો છો તમને નર્ક મળ્યું કે સ્વર્ગ, જાણો ફટાફટ….

0
516

સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે કયું કામ કરવાથી તે પૃથ્વી પર જ નરક અથવા સ્વર્ગ બની જાય છે? આ સવાલ પર ફક્ત એક જ વસ્તુ કહી શકાય તે તે સ્થાન છે જ્યાં અન્ય લોકો સાથે કપટપૂર્ણ વર્તન કરવામાં આવે છે. જ્યાં અન્યને નીચે લાવવાની યોજના બનાવવામાં આવે છે અને જ્યાં અન્ય લોકો તેમની પ્રગતિની ઇર્ષ્યા કરે છે, તે સ્થાન પૃથ્વી પર ખરેખર નરક છે. આવી જગ્યાએ રહેતી વ્યક્તિ કદી ખુશ રહી શકતી નથી અને તેની સાથે સંપર્કમાં આવનાર વ્યક્તિને કાયમ ભોગવવું પડે છે. નરકનો અર્થ તે વાતાવરણ છે જે આપણી દુષ્ટ વૃત્તિઓ અને આપણા દુશ્મનો દ્વારા બનાવવામાં આવ્યું છે. તેનાથી વિપરિત, સ્વર્ગ એ સ્થાન છે જે આપણા સારા વ્યવહાર અને સારી વ્યવહાર દ્વારા બનાવવામાં આવ્યું છે. જો એ જ ધરતીને સ્વર્ગ બનાવવાનું છે, તો તમારે આવા બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ, તમે જોશો કે તેની ચારે બાજુ ખુશી ફેલાયેલી છે તેને સ્વર્ગ માનવામાં આવે છે. આખરે, જ્યાં આપણે મૃત્યુ પછી જઈએ છીએ તે મહત્વનું નથી, પરંતુ તે મહત્વનું છે કે જ્યાં આપણે નરકમાં અથવા સ્વર્ગમાં જીવીશું.

એકવાર શિષ્યને સમજાતું નહોતું કે સ્વર્ગ અને નરક મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે કે જીવતે જીવ મળે છે. આ સવાલના જવાબ માટે તે પોતાના ગુરુ પાસે ગયો. ગુરુદેવે તેને સમજાવવાને બદલે સાથે લઈને એક શિકારી પાસે પહોંચ્યા. શિકારી થોડાં પક્ષીઓને પકડી લાવી અને તેને કાપવા લાગ્યો. શિષ્ય શિકારીનું આ કૃત્ય જોઈને ગભરાઈ ગયો અને કહ્યું ગુરુજી અહીંથી ચાલો. અહીં તો નરક છે. ગુરુદેવે કહ્યું આ શિકારીએ કોણ જાણે કેટલાં જીવોને માયાઁ હશે માટે અહીં નરક જ છે અને મૃત્યુ પછી પણ નરક જ છે. પછીથી ગુરુદેવ શિષ્યને લઈને એક વેશ્યા પાસે ગયા. આ જોઈને શિષ્ય બોલ્યો તમે મને આ ક્યાં લઈને જાવ છો? ગુરુદેવ બોલ્યા અહીંના વૈભવને જુઓ, માણસ કઈ રીતે પોતાનું શરીર તેમજ ચારિત્રય વેચીને સુખી બની રહ્યો છે. પરંતુ જેવું શરીરનું સૌંદર્ય ખતમ થઈ જશે તેવું અહીંયા કોઈ નથી આવતું. તેના માટે આ દુનિયા સ્વર્ગ સમાન છે પણ અંત નરક જેવો છે. ત્યારબાદ ગુરુ શિષ્યને એક ગૃહસ્થને ત્યાં લઈ ગયા. ગૃહસ્થ ખૂબ મહેનતુ અને પ્રામાણિક હતા. ગુરુદેવે કહ્યું, આ જ એક વ્યક્તિ છે તેના જીવવા સાથે આ ધરતી પર પણ સ્વર્ગ છે અને મૃત્યુ પછી પણ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. શિષ્યને સારી રીતે સમજાઈ ગયું કે સ્વર્ગ અને નરક પોતાનાં કમોgનું ફળ છે અને તેને આ દુનિયામાં રહીને જ આપણે ભોગવવું પડે છે. મૂળ વાત એ છે કે, કર્મના આધારે જ માણસને સ્વર્ગ કે નરક મળે છે અને તે પણ મૃત્યુ પછી નહીં પણ જીવતે જીવ મળે છે.

સ્વર્ગ અને નર્ક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવિક સત્ય છે. પણ, કલ્પનામાં રાચતા આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ,બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વિશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નર્કની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઇ ચોક્કસ સંશોધન કોઇએ કર્યું હોય તે ખ્યાલમાં નથી. પણ એક વિસ્મયજનક યોગાનુયોગરૃપે દુનિયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ અને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યાં છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નર્કમાં જાય મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાાનિક નબળાઇ દરેક ધર્મના સંસ્થાપકો સારી રીતે જાણતા હતા. અને એનો એમણે પૂરેપૂરો લાભ લીધો.

માર્ક ટ્વેઇને કહ્યું હતું, ”સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય.” ડોન માર્કીસે કહ્યું છે, ”લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઇએ છે? તદ્દન નકામી વસ્તુ માટે માણસ નર્કની યાતનામાંથી પસાર થવા તૈયાર થઇ જાય છે.” માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનિયાની ચિંતા કરવામાં જ બુઢ્ઢો થઇ જાય છે માણસની મૂંઝવણ પણ અજબ છે. એને કાળાબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધું જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ બાકી કરવી હોય છે. આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. ક્યારેક એ વિચિત્ર પ્રકારનાં સમાધાન અને સમજૂતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પૂજા, પ્રાર્થના કરે છે, તીર્થયાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહીં મળે તો? જીવ અવગતિએ જશે તો? આત્માને શાંતિ નહીં મળે તો? નર્કમાં જવું પડશે તો?

આખી જિંદગી ઢસરડો કરી, યાતનાઓ સહન કરી, દુઃખી દુઃખી થઇને માણસ મરી જાય ત્યારે આપણે એને ‘સ્વર્ગવાસી’ કહીએ છીએ! મરનાર માણસના નામની આગળ ‘સ્વ’લગાડવાનું સામાન્ય છે, પછી ભલે મરનાર સંત હોય કે કે ડાકુ હોય. મર્યા પછી માણસ એક જ પંગતમાં આવી જાય છે.એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ અને નર્ક બંનેનાં મોડલો પ્રાપ્ય હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઊંચો આવતો નથી. જર્મની કે સ્વિટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઇએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુંદર હશે? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ મનહાઇમ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમૂનો અને આપણા વિદર્ભ કે બિહારનું એકાદ ગામ કે શહેર જોઇએ એટલે પ્રશ્ન ઊઠે; શું નર્ક આનાથી ખરાબ હોઇ શકે? પૃથ્વી ઉપર સ્વર્ગ ઊભું કરવું કે નર્ક, એ માણસના જ હાથમાં છે.

સ્વર્ગ એ પણ એક વિચિત્ર અને વિશિષ્ટ વસ્તુ છે. એ જોઇ ન શકાય અને છતાં, રાતદિવસ એની કલ્પનાનાં ચિત્રો ઊપસતાં રહે. સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઇ ન શકાય! કવિઓ, લેખકો, ચિત્રકારો અને ફિલ્મ સર્જકોએ પોતપોતાના ખ્યાલ મુજબ સ્વર્ગ અને નર્કના ચિત્રો દોર્યા છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકનાં ચિત્રો બેનમૂન છે. હજારો વર્ષો પછી પણ એ ચિત્રોમાં માનવજાતનો રસ ચાલુ છે. દાંતેના ‘ઈન્ફર્નો’નાં બિહામણાં ચિત્રો યુરોપ આખામાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાંચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધૂ્રજી જાય. પણ, પછી વિચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઇ કમ છે? પૃથ્વી ઉપરનું જીવતું નર્ક જોવું હોય તો મુંબઇ જેવા આપણા એક મહાનગરમાં આંટો મારી આવવો જોઇએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં?સ્વર્ગ અને નર્ક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવિક સત્ય છે. પણ, કલ્પનામાં રાચતા આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ, અને અનેક ભૌતિક સુખોથી વંચિત રહીએ છીએ. પરભવ સુધારવાની ચિંતામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી.

સ્વર્ગ વિશે લખવામાં, કે સ્વર્ગનું ચિત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઇએ જોયું નથી અને કોઇ જોવાનું પણ નથી. માટે એનું ચિત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણા મનના બધા તરંગોનું અવતરણ સ્વર્ગના ચિત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે. આ વાતને આગળ વધારીને, હિન્દી ફિલ્મોના નિર્દેશકોએ સ્વપ્ન દ્રશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્ન દ્રશ્યોમાં સ્વર્ગ કે નર્કની સફર પ્રેક્ષકને કરાવી આપી! રાજ કપૂરની ‘આવારા’ હોય કે, ગુરુ દત્તની ‘પ્યાસા’ હોય, સ્વર્ગ-નર્કનાં દ્રશ્યો અને સ્વપ્ન દ્રશ્યો આવતાં જ રહે છે. દિલીપકુમારની ‘લીડર’માં સ્વર્ગની મહારાણી અને પૃથ્વીલોકની એક સ્ત્રી વચ્ચે, નાયકના કબજા માટે શાબ્દિક ઘર્ષણ થાય છે! સ્વર્ગમાં પણ બે સ્ત્રીઓ એકઠી થાય, એટલે એક પુરુષ એમના વિવાદનું કેન્દ્ર બની શકે છે. મહીપાલ અને નિરૃપારોયની સંખ્યાબંધ ધાર્મિક ફિલ્મમાં ઈન્દ્રલોક અને પાતાળ લોકના અત્યંત કઢંગા અને હાસ્યાસ્પદ પ્રસંગો બતાવાયા છે. ફિલ્મી દ્રશ્યસ્વર્ગ આવે, એટલે દુનિયાભરની અવાસ્તવિકતા એકઠી થઇને સામે આવે. સ્વર્ગ દ્રશ્ય કે સ્વપ્ન દ્રશ્યમાં ગેસ ઊડતો હોય, અને ધુમાડાઓની વચ્ચે નાયક-નાયિકા એકબીજાને શોધતાં અથડાતાં હોય. કે આસિફે પોતાની ફિલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વિશ્વના ઉત્તમ ટેકનિશિયનોની મદદ લીધી. પણ, એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઇ શકે, એ પહેલા આસિફસાહેબ જ સ્વર્ગસ્થ થયા. પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકનાં વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણિક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ, એ સિવાય એને ગંભીર રીતે લેવામાં આવે છે. પૃથ્વી અને સ્વર્ગ અને નરક એ ધર્મગુરુઓનાં સ્થાપિત હિતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઇથી મૂર્ખ બનાવી શકાય છે. માણસ જ્યારે બૌદ્ધિક રીતે પૂર્ણ રીતે વિકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરૃપ થતી હતી. આમ, સ્વર્ગ નર્કનું ઐતિહાસિક મહત્વ છે પણ, આજના યુગમાં એમાં કાળવિપર્યય જણાય છે. આજના કમ્પ્યૂટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઇને માબાપને પૂછશે, ”બતાવો, આમાં સ્વર્ગ ક્યાં છે?” ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને સ્વર્ગનો ગોળ કોણીએ ચોંટાડી દઇએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપૂર્વક ઊઠાવી લે. સ્વર્ગ-નર્ક ધાર્મિક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતિ સેંકડો વર્ષ પહેલાં થઇ ગઇ હોત. માણસને વૈચારિક રીતે પછાત રાખવામાં પૂરી કલ્પનાઓ કામ લાગે છે.

મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા ખરી? પાપ અને પુણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે! પ્રદેશ પ્રદેશ અને પ્રજા પ્રજાએ આ બધા વિચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનું સેવન પાપ છે. અને બીજામાં પુણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં બહુપત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટિન લ્યૂથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો! ધર્મને નામે, પાપ-પુણ્યના નામે, સ્વર્ગ-નર્કના નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપિંડીઓ થઇ છે. દુનિયાની બધી પ્રજાઓ સ્વર્ગ-નર્કને એકસરખું મહત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીયાને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રિઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાત જાતના કીમિયા કરીએ છીએ. લોકો આને માટે પૂજાપાઠ કરે છે, હોમ-હવન કરે છે અને યજ્ઞાો કરે છે. મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વિધિઓ કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાંતિ માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એનો આત્મા શરીરમાંથી નીકળીને ઊંચે આકાશમાં જાય છે, એ સાબિત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે, પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય? અનેક નિર્દોષ શ્વાનો ખાઇ જનાર સિંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નર્કમાં?
અરેબિયન નાઈટ્સની ઘણી વર્તાઓમાં જન્નતનાં ચિત્રો આપવામાં આવ્યાં છે. સ્વર્ગમાં શું હશે? સ્વર્ગમાં ઉત્તમ બાગ-બગીચા છે, ફુવારા છે, સ્વર્ગમાં પરીઓ હોય છે, અને હૂરો હોય છે. જન્નતની હૂરની કલ્પના આજના સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળની સાથે બંધબેસતી નથી. સ્વર્ગમાં ઉત્તમ ફળ, ુઉત્તમ ફૂલ, ઉત્તમ ભોજન હોય છે, અને આપણી ચાકરીમાં હજારો પરીઓ અને ફરિસ્તાઓ હાજર હોય છે.

માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્વ આંકવું? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. વાસ્તવમાં, બિનસાંપ્રદાયિકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બિનસાંપ્રદાયિક એ, કે જે દુન્યવી બાબતો ઉપર ભાર મૂકે, અને અદુન્યવી કે આધિભૌતિક શક્તિઓ, ચમત્કારો વગેરેમાં વિશ્વાસ ન રાખે, હેલિયોકથી માંડીને માર્ક્સ સુધીના ફિલ્સૂફો આ જ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ-નર્ક અને પાપ-પુણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરૃપ થઇને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીએ એટલે એના ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય.સ્વર્ગ અને નર્ક એ માત્ર કલ્પનાવિહાર છે કે સચ્ચાઇ છે? ઉર્દૂમાં એક શેર છે, ”યૂં તો હમને દેખી નહીં, જન્નતકી હકીકત લેકિન; દિલકો બહલાને કે લિયે ખ્યાલ અચ્છા હૈ, ”સ્વર્ગ-નર્કની આખી વાત શું દિલ બહેલાવવા માટે ઊપજાવી કાઢેલી છે? સ્વર્ગ અને નર્ક સાચેસાચ હોય તો આપણને દેખાતાં કેમ નથી? એની આસપાસ રહસ્યનું આખું આવરણ શા માટે વીંટળાવી દેવાયું છે?”સ્વર્ગ-નર્ક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણા દેશને અને આપણા ઘરને જ સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તિ ખર્ચીએ તો કેમ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર જ ઊભું કરવા માટે વૈરાગી થવાની જરૃર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સંપૂર્ણ આનંદમય બનાવીએ અને એને પૂર્ણસ્વરૃપે માણીએ એનું જ નામ સ્વર્ગ.