63 એકાઉન્ટર કરી ચુકેલા એકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સચીન વઝે કોણ છે જે કરી રહ્યા છે અર્નબના કેસને લીડ….

0
313

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ અર્નબ ગોસ્વામીના કેસને લીડ કરનારા સચીન વઝે વિશે જેઓએ અત્યાર સુધી 63 એકાઉન્ટર કર્યા છે મિત્રો તમને જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામીની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરી હતી તેમજ અર્નબ હાલમાં આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે તેમજ ગોસ્વામીની ધરપકડ માટે મુંબઈ પોલીસે ખાસ તૈયારી કરી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ગોસ્વામી પર એક ઈન્ટિરિયર ડિઝાઈનર અને તેની માતાને સુસાઈડ કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે અર્નબની ધરપકડ તેના ઘરેથી કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. આ દરમિયાન અર્નબ ગોસ્વામીએ પોલીસ પર પોતાના પર મારપીટ કર્યાનો આરોપ લગાવ્યો હતો અને રિપબ્લિક ટીવીએ તેમના ઘરેથી લાઈવ ફુટેજ પણ બતાવ્યા છે.

જેમાં પોલીસ અને અર્નબની વચ્ચે ઘર્ષણ થતુ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી પહેલાથી જ ટીઆરપી સ્કેમમાં ઘેરાયલા છે અને રિપોર્ટ મુજબ અર્નબ ગોસ્વામી અને બીજા અન્ય લોકોએ કથિત રીત 53 વર્ષીય એક ઈન્ટિરિયર ડિઝાઈનરને આપવાના નીકળતી રકમની ચૂકવણી નથી કરી. ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકની દીકરી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લા માં અલીબાગ પોલીસે વળતરની રકમના મામલા માં યોગ્ય તપાસ નથી કરી.

તમને જણાવી દઇએ કે એટલા માટે અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલુ ભરવુ પડ્યું છે. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખવામાં આવેલા સુસાઈડ નોટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ તેમને 5.40 કરોડ રુપિયાની ચૂકવણી નથી કરી. એટલા માટે તેમણે આત્મહત્યાનું પગલુ ભરવું પડ્યું. રિપબ્લિકેશન ટીવીએ આરોપોને ફગાવી દીધા હતા. આ જ કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી

મિત્રો અન્વયની પત્ની અક્ષતાએ આ વર્ષે મેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે ન્યાયની માંગ કરી હતી જોકે રાયગઢના ત્યારના એસપી એનિલ પારસકરના જણાંવ્યાનુંસાર આ મામલામાં તપાસ દરમિયાન આરોપીઓની વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા તેથી પોલીસે કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી દીધો હતો અને ફરિયાદ કર્તાને આની એક કોપી મોકલવામાં આવી છે. પરંતુ તેમણે સહી કરવાથી મનાઈ કરી દીધી હતી. એ બાદ તેમણે આ કોપી ઈમેલથી મોકલી હતી.

અને આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસ ટીમને લીડ કરી રહ્યા હતા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝે જાણો કોણ છે આ સચિવ વઝે તો તમને જણાવી દઇએ કે સચિન વઝે લગભગ 13 વર્ષ પછી 6 જૂન 2020ના રોજ ફરી પોલીસ ફોર્સમાં ફર્યા હતા તેઓ 2007માં તેમણે મુંબઈ પોલીસમાંથી રાજીનામુ આપી દીધું હતુ અને સચિન વઝેએ વર્ષ 1990માં સબ ઈન્સપેક્ટર મુંબઈ પોલીસ ફોર્સ જોઈન કરી હતી તમને જણાવી દઇએ કે સચિન વઝેનાં નામે 63 એન્કાઉન્ટર છે.

મિત્રો સચિન હિન્દુરાવ વાઝે ભારતના મહારાષ્ટ્ર પોલીસ દળના પોલીસ અધિકારી છે. વાઝ મુંબઈ એન્કાઉન્ટર સ્કવોડ સાથેના એન્કાઉન્ટર નિષ્ણાત તરીકે જાણીતા છે અને તે આશરે 63 કથિત ગુનેગારોની મોત સાથે સંકળાયેલ છે અને સચિન વાઝ 1990 માં મહારાષ્ટ્ર પોલીસ દળમાં જોડાયા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે સચિન વઝેએ છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમના ઘણાં ગેંગના સભ્યોને ઠાર કર્યા છે અને આ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્મા તેમના બોસ હતા તેમજ સચિન વઝે સહિત 14 પોલીસ કર્મીઓને વર્ષ 2004માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તે બધા પર 2002 ઘાટકોપર બ્લાસ્ટના આરોપી ખ્વાજા યૂનિસના કસ્ટોડિયલ ડેથનો આરોપ લાગ્યો હતો.સસ્પેન્સન ખતમ ન થવાથી નારાજ થઇ 2007માં પોલીસ ફોર્સથી તેમણે રાજીનામુ આપી દીધું હતું.

અને 30 નવેમ્બર 2007ના રોજ મુંબઈ પોલીસની નોકરી છોડ્યા પછી તેમણે 2008માં શિવસેના જોઇન કરી લીધી હતી અને 2020માં કોરોનાથી ફેલાયેલી મહામારીની વચ્ચે સચિન વઝે ફરીથી પોલીસ ફોર્સમાં પાછા ફર્યા હતા અને ફરીથી ફોર્સમાં પરત આવ્યા પછી અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરી તે ફરીથી ચર્ચામાં આવ્યા છે શુક્રવારે તેમણે નયાગાવ પોલીસ હેડક્વાર્ટરમાં જઈ જોઈન કર્યું હતું અને તેમણે પોતે આ વાતની પુસ્ટિ કરી હતી કે 1990 બેચ અધિકારી છે. તેમણે 60થી વધારે એન્કાઉન્ટર કર્યા છે.

સચિન વઝેએ 26/11ના મુંબઈ હુલા પર મરાઠીમાં જિંકૂન હરલેલી લડાઈ નામનું પુસ્તક પણ લખ્યું હતું. જેનો અર્થ થાય છે જીતીને હારેલી લડાઇ જેમા તેમણે સાઈબર ક્રાઈમ અને નકલી નોટોથી જોડાયેલા ઘણાં કેસ ડિટેક્ટ કર્યા છે તેમણે એક એપ પણ બનાવી હતી. તેઓ એક એનજીઓ સપોર્ટ સાથે પણ જોડાયેલા છે. જેનું કામ જરૂરિયાતમંદ લોકોની કાયદાકીય મદદ કરવાનું છે.