6 વર્ષ સુધી વિદ્યાર્થીનીનો વારંવાર શારીરિક ઉપયોગ કરી યુવાન શિક્ષકે યુવતીને બનાવી ગર્ભવતી,પણ પછી….

0
355

તમે જાણતા જ હશો કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સબંધ કેવો હોય છે.પહેલાના સમયની વાત કરીએ તો શાળાઓ ન હતી લોકો જંગલમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જેમાં માત્ર રાજાઓના છોકરાઓ જ શિક્ષા મેળવવા માટે આવતા હતા.પરંતુ આજના સમયમાં શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે.શુ તમે જાણો છો આ શિક્ષણ પાછળ પણ કેટલાક ખરાબ કૃત્યો થાય છે.શિક્ષક અને વિદ્યાર્થિનીના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક શિક્ષકે ટ્યુશન આપવાના બહાને 18 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ ની છે અને અહીંયા ઈંગ્લીશ ગ્રામરનું કોચિંગ લેવા આવતી 18 વર્ષની વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે બળજબરીથી રેપ કર્યા બાદ પોતાનો ભાંડો ના ફૂટે તે માટે વિદ્યાર્થિની સાથે લગ્ન કરવાની વાત કરી મામલો થાળે પાડી દીધો હતો.છ મહિના પહેલા આરોપી ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું તરકટ પણ રચ્યું હતું.તમને જણાવી દઈએ કે સમય જતા અવારનવાર દુષ્કર્મ કરતો હતો અનેઆ રીતે 6 વર્ષ સુધી વિદ્યાર્થીનીનો વારંવાર શારીરિક ઉપયોગ કરી યુવાન શિક્ષકે યુવાવસ્થામાં પ્રવેશેલી યુવતી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે ઓઢવ વિસ્તારમાં રહેતી દિશા (નામ બદલ્યું છે)ના ભાઈને શાળાનું ફોર્મ ઇંગ્લીશમાં ભરવાનું હોવાથી પડોશમાં રહેતાં યુવાન શિક્ષકની મદદ લીધી હતી.બાદમાં આરોપી શિક્ષક વિજયે દિશાના માતા પિતા સાથે વાત કરી તેમની દીકરીનું ઈંગ્લીશ ગ્રામરનું ટ્યૂશન રાખ્યું હતું.દિશા આરોપીના ત્યાં ટ્યુશનમાં જતી તો વિજય ક્યારેક દિશાના ઘરે કલાસ લેવા જતો હતો.દિશા સાથે આરોપી શિક્ષકે ટ્યૂશન કલાસ દરમિયાન બળજબરી કરી રેપ કર્યો અને તેના ફોટા પાડી લીધા હતા.આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપી ઓસો અવારનવાર દિશા સાથે દુષ્કર્મ કરતો હતો.

આ ઘટના બાદ શિક્ષક વિજયને લાગ્યું કે તેનો ભાંડો ફૂટશે તો વિજયે દિશાને લગ્ન કરવાનું વચન આપ્યું અને મામલો થાળે પાડ્યો હતો.આ રીતે દિશા 24 વર્ષની થઈ તે 6 વર્ષ સુધી વિજયે દિશા સાથે પોતાની હવસ સંતોષી હતી.દિશાને વિજય જુદા જુદા બહાના હેઠળ અલગ અલગ સ્થળોએ ફરવા પણ લઈ જતો હતો.યુવતીએ વિજયને લગ્નની વાત યાદ કરાવતા શિક્ષક વિજયે યુવતી સાથે છ મહિના પહેલા લગ્નનું નાટક કર્યું હતું.મિત્રની ઓફીસમાં દિશાને લઈ જઈ ઓસોએ મહારાજ બોલાવી હારતોરા કરી ફોટા પડાવ્યા હતા.

જો કે ફોટો કે વીડિયો દિશાને આપ્યા ન હતા.થોડા સમય પહેલા પોતાની સાથે લગ્ન કરનાર વિજયના બીજી યુવતી સાથે લગ્ન નક્કી થયાની જાણ દિશાને થઈ હતી.આથી દિશાએ વિજયના ઘરે જઈ પોતાના લગ્ન અંગે વાત કરી હતી.વિજયે દિશા સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.ઓઢવ પોલીસે દિશાની ફરિયાદને પગલે તક્ષશિલા ઈકોગ્રીનમાં રહેતાં શિક્ષક વિજય વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજકોટ શહેરમાં એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટ શહેરનાં 25 વર્ષનાં ટ્યુશન શિક્ષક ભવ્ય મનોજભાઇ કરાથીયાએ 18 વર્ષની વિદ્યાર્થિની પર તેના જ ઘરમાં ભણાવવાના ઇરાદે જઇને દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી પ્રમાણે, સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ એક ખાનગી કંપનીની ઓફિસમાં નોકરી કરે છે.

 

તેમના પતિ આજથી આઠેક વર્ષ પૂર્વે ઘરે મુકીને ક્યાંક જતા રહ્યા છે. સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં સૌથી મોટી દીકરી ઉ.વ 18 વર્ષની છે. આ દીકરી રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રાજમણી કોમ્પલેક્ષમાં આવેલા અક્ષર કલાસીસમાં ટયુશનમાં જતી હતી. આ કલાસીસના શિક્ષક ભવ્ય મનોજભાઇ કરાથીયા છે. પાંચેક મહિના પહેલા તેમની દીકરીએ ટયુશન કલાસીસમાં જવાનું બંધ કરાવી દીધુ હતું. જે બાદ ભવ્ય ઘરે આવ્યો હતો. અને કહ્યું હતું કે, તમે ટ્યુશન ફી કે, બીજી કોઇ જાતની ચિંતા કરશો નહીં. તેના ભવિષ્યનો સવાલ છે. તેને ક્લાસમાં મોકલો એમ કહી પાછી દીકરીને ટ્યુશન કલાસીસમાં મોકલવા માટે સમજાવતા ફરી કલાસીસ ચાલુ કરાવ્યા હતા જે બાદ તે રેગ્યુલર ટયુશન કલાસીસમાં જતી હતી.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે બપોરના ત્રણેક વાગ્યે હું અમારી ઓફીસેથી વરસાદના લીધે વહેલા છૂટી જતા ઘરે આવી. ત્યારે મારા ઘરે મારી બંને દીકરીઓ અને હાજર હતી અને મે ઘરે આવી ડોર બેલ વગાડી. તે વખતે ઘરની બહાર કોઈ અજાણ્યા વ્યક્તિના ચંપલ પડેલા હતા અને દરવાજો ખોલવામાં મોડુ થયેલુ અને દરવાજા ખોલતા મોટી દીકરી ખૂબ ગભરાઈ ગઈ હતી. જેથી ઘરમાં તપાસ કરતા બાથરુમમાં ટ્યુશન ટીચર ભવ્ય છુપાયો હતો.

જેથી મે તેમને કહેલ કે અમારા ઘરે કેમ આવ્યા તે બાબતે પુછતા તેણે કહેલ કે એક ટોપિક કવેરી સોલ્વ કરવા આવ્યો છું. બાદમાં સરે ધમકીના આપતા જણાવ્યું કહ્યું હતું કે, હું અહિયાં આવ્યો છું તેની કોઈને વાત કરશો નહીં. તમે પરપ્રાંતીય છો ગુજરાતના નથી. તમને રાજકોટમાં રહેવા નહી દઉ અને જાનથી મારી નાખીશ.ફરિયાદીએ તેની દીકરીને આ અંગે પૂછતા તેણે કહ્યું હતું કે, સર ટયુશન કલાસના બહાને મારી ઉપર વધારે ધ્યાન આપવા લાગે છે. અવારનવાર કોઈ ન હોય ત્યારે મારી સાથે પ્રેમથી વાત કરતા હતા.

આ પહેલા ત્રણેક મહીના પહેલા બપોરના સમયે ધરે હું એકલી હતી ત્યારે આ ભવ્ય સર ઘરે આવેલા અને ઘરમાં હું એકલી હોય તેઓએ મારી મરજી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.મને ધમકી આપી હતી કે કોઇને પણ કહીશ તો તારી બહેન અને મમ્મીને માર નાખીશ. આજે પણ બપોરના ભવ્ય સર ઘરે આવેલ અને ઘરમાં નાની બહેનને કહ્યુ કે, મારે એક એક્ઝામના ટોપિક બાબતેનું થોડું કામ છે. તો ઘરમાં બીજા રુમમાં જતી રહે. એમ કહી, તેને બીજા રુમમાં મોકલી દીધી અને આજે પણ મારી પર દુષ્કર્મ આચર્યું હતું.