હથેળીમાં જોઈ બોલિદો આ એક મંત્ર, થશે એટલો ધનલાભ કે પૈસા મુકવા જગ્યા ખૂટશે.

0
830

આજના ભાગદોડ વાળા જમાનામાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની રેસમાં દોડી રહ્યા છે. પણ દરેકના નસીબમાં પૈસા નથી હોતા. અમુક લોકોને વગર મહેનતે દરેક એશો આરામની વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે, તો ઘણા લોકોને અથાગ પરિશ્રમ કરવા છતાં પણ ધનની તંગી દુર થતી નથી. આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં સવારે ઉઠીને થોડા વિશેષ કામ કરવાની સલાહ આપવામાં આવી છે.

ભૂલથી પણ સવારે ઉઠીને આ વસ્તુઓ ક્યારેય ન જૂઓ નહિ તો થશે ભારે નુકશાન…પણ જો સવાર સવાર માં જાગીને તરત બોલવામાં આવે આ મંત્ર તો એ તમારી જીંદગી બદલી નાખશે . ચાલો જાણીએ આજે અમે વાસ્તુ જ્ઞાન વિશે એવી ટીપ્સ જણાવશું કે જેના વિશે જાણવું તમારા માટે ખુબ જરૂરી છે. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્ર અનુસાર જણાવશું કે સવારે ઉઠીએ ત્યારે ભૂલથી પણ કંઈ વસ્તુઓ ન જોવી જોઈએ કે જેનાથી નુકસાન થાય છે. તેમજ કંઈ વસ્તુઓ જોવી જોઈએ. મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમારી સવારની શરૂઆત સારી થાય તો તમારો આખો દિવસ સારો રહે છે. પરંતુ કંઈક ખોટી વસ્તુ જોવાય જાય તો આખો દિવસ બગડે છે. પછી એવું થાય કે ઝડપથી હવે આ દિવસ વીતી જાય તો સારું.

આપણા જીવનમાં ઘણી એવી નાની નાની વસ્તુઓ હોય છે જેના પર આપણે ધ્યાન આપતા નથી. પરંતુ તેનો સીધો પ્રભાવ આપણા જીવનમાં કોઈને કોઈ રીતે પડતો જ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એવા નિયમો અને ઉપાયો જણાવ્યા છે કે તેને તમે સવારે અપનાવીને તમે તમારી સવારની સાથે સાથે આખો દિવસ શ્રેષ્ઠ બનાવી શકો છો. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

મિત્રો સૌથી પહેલો નિયમ વાસ્તુશાસ્ત્રમાં છે કે સવારે ઉઠતાની સાથે ક્યારેય અરીસામાં ન જોવું જોઈએ. જો તમે સવારે ઉઠતાની સાથે અરીસામાં જોયું તો દિવસ દરમિયાન તમારી સાથે નકારાત્મક વસ્તુઓ થશે. જે તમને દુઃખી કરે છે. માટે ક્યારેય ભૂલથી પણ સવારે ઉઠીને તરત જ અરીસામાં ન જોવું જોઈએ.

બીજો ઉપાય છે કે બની શકે તો સવારે ઉઠીને તરત જ કોઈનો પણ ચહેરો ન જોવો. ક્યારે કોઈનો ચહેરો તમારા માટે અશુભ સાબિત થાય અને શુભ સાબિત થાય તે કંઈ નક્કી નથી હોતું. તો શું કરવું??? જેનાથી આપણો દિવસ પણ સારો જાય અને ધન પ્રાપ્તિ પણ થાય એ માટે સવારમાં જાગીને તરત હથેળી ભેગી કરી આ મંત્ર બોલો “કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી, કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ”
તમારા દિવસની શરૂઆત તમારા ઇષ્ટ દેવના દર્શન અને ધ્યાનથી કરવી જોઈએ. તેનાથી તમારા પર સકારાત્મક પ્રભાવ પડશે અને તે સાથે તમારો દિવસ પણ સારો જશે.

સવારમાં ઉઠીને શંખ અથવા મંદિરના ઘંટ સંભળાય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે તેનાથી આપણામાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તમારે એવો પ્રયત્ન કરવો કે તમે સવારમાં ઉઠીને એવી વસ્તુઓ જૂઓ કે જેનાથી સકારાત્મકતા આવે જેમ કે નારીયેલ, શંખ, મોર, ફળ, ફૂલ વગેરે.સવારે નાસ્તો કરતા પહેલા કે કરતી વખતે કોઈ ગામ કે પશુ વગેરેનું નામ ન લેવું જોઈએ કારણ કે તેનાથી દિવસ સારો નથી જતો.

સવારે પથારીમાંથી ઉઠતાની સાથે આપણે આપણા બંને હાથની હથેળીને જોવી જોઈએ. તેનાથી આપણા જીવનમાં ખુબ સારો પ્રભાવ પડે છે. આ કામ તો કોઈ લોકોની નિયમિત દિનચર્યાનો એક ભાગ પણ હોય છે. આપણે સૌથી પહેલા પથારી પરથી ઉઠીને હાથ જોઇને પ્રાત: સ્મરણ મંત્ર બોલવો જોઈએ. ત્યાર બાદ હાથને ખોલીને હથેળીઓને ધ્યાનથી જોવી જોઈએ.

પરંતુ તમને એવો વિચાર આવે કે સૌથી પહેલા હાથોને શા માટે જોવા જોઈએ ? તો તેનું ખુબ સરસ કારણ છે અને એ કે આપણે આપણા હાથોથી કર્મ કરીએ છીએ અને તે જ આપણને આપણા કર્મોનું ફળ અપાવે છે અને તે જ કારણ છે કે આપણે આપણા હાથોને જોઈએ તો આખો દિવસ સારો જાય છે.

તો મિત્રો આ હતી વાસ્તુશાસ્ત્ર અનુસાર કે સવારમાં ઉઠીને આપણી સવાર અને આખો દિવસ શુભ રહે તે માટે કંઈ વસ્તુ જોવી જોઈએ અને કંઈ વસ્તુ ન જોવી જોઇએ તેના વિશે. તો મિત્રો આમાંથી અમુક વસ્તુ જે ન કરવી જોઈએ તે તમે પણ કરતા હોય તો આજે જ છોડી દેજો.

હિંદુ ધર્મમાં માનવા વાળા ઘણા બધા લોકો આ રીતે રોજ સવારે આ મંત્રનો જાપ કરે છે, અને પ્રભુના આશીર્વાદ લે છે. જે આ મંત્રનો જાપ કરે છે તે મિત્રો ખાસ કોમેન્ટ કરી જણાવે કે તેઓ આ રીતે કેટલા વર્ષથી કરી રહ્યા છે, જેથી બીજાને પણ આ શ્લોક બોલવાની ટેવ પડે.

હિંદુ ધર્મમાં ગાયને દેવીનું રૂપ માનવામાં આવે છે. એવામાં જો તમે બુધ પુષ્પ યોગમાં 500 ગ્રામ ગાયના દૂધથી શ્રી ગણેશ અને લક્ષ્મી માતાની મૂર્તિની પૂજા કરો અને મંદિરમાં બુધવારે દૂધનું દાન કરો તો તમારી પાસે ધન જરૂર ટકવા લાગશે. એના સિવાય ધનની પ્રાપ્તિ માટે તમે શનિવારના દિવસે એક કાળો પથ્થર લઈને એને તલના તેલમાં ડુબાડીને પોતાની ઉપરથી અને પોતાની તિજોરી ઉપરથી 7 વાર ફેરવી લો (કોઈની નજર ઉતારીએ ત્યારે કરીએ એ રીતે). ત્યારબાદ આ પથ્થરને સળગતી અગ્નિમાં નાખી દો. અને જયારે આગ બુઝાય જાય પછી આ પથ્થર લઈને એને કુવામાં નાખી દો અને ત્યારે આ મંત્રનો જાપ કરો.
ૐ શનેશવરાય નમઃ

ઘરની મહિલાઓ દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને ઘરના મુખ્ય દ્વાર ખોલે અને ત્યાં એક લોટો પાણીનો નાખી દે. તેનાથી વાસ્તુદોષ દુર થશે અને ધનની દેવી માં લક્ષ્મી પણ પ્રસન્ન થશે. એટલે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે.

જો ઘરમાં વાસ્તુદોષ રહે છે, તો કુટુંબના સભ્યો વચ્ચે ઝગડા થતા રહે છે. જો તમે પણ આ તકલીફોમાંથી પસાર થઇ રહ્યા છો, તો અમાસના દિવસે ઘરની સારી રીતે સાફ-સફાઈ કરી લો અને કાચી લસ્સીનો છંટકાવ કરો. ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થાન ઉપર 5 અગરબતી સળગાવો, આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તે ઉપરાંત ઘરના સભ્યો વચ્ચે મીઠાશ વધે છે અને સુખ-શાંતિનું વાતાવરણ ઉભું થાય છે.

ખરાબ નજરથી બચવા માટે કરો આ ઉપાય ઘરના નાના બાળકોને સૌથી વધુ ખરાબ નજર લાગે છે. જો તમારા બાળકોને પણ નજર લાગવાની સમસ્યા રહે છે, તો ગાયના કાચા દૂધને ડાબા હાથથી બાળકના માથા ઉપરથી 7 વખત ફેરવો. ત્યારબાદ આ દૂધને કોઈ રખડતા કુતરાને પીવરાવી દો. એમ કરવાથી ખરાબ નજરથી મુક્તિ મળે છે. પરંતુ ધ્યાન રહે કે આ ઉપાય માત્ર સાંજે જ કરવો.

બીમારી અને દેવામાંથી મેળવો મુક્તિ જો તમારા ઘરના સભ્યો બીમાર રહે છે, તો મહિનામાં 2 વખત ગુગળ કે લોબાન સળગાવીને તેનો ધુમાડો ઘરમાં ફેલાવી દો. તેનાથી બીમારીઓમાંથી મુક્તિ મળશે. જો તમે દેવા હેઠળ દબાયેલા છો અને તેમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો ઘરની દક્ષીણ દિશામાં લાલ રંગનો બલ્બ લગાવવો જોઈએ અને તેને સતત ચાલુ રહેવા દેવો જોઈએ. એમ કરવાથી વહેલી તકે દેવામાંથી મુક્તિ મળે છે, સાથે જ કુટુંબના સભ્યોનું આરોગ્ય પણ સારું જળવાઈ રહે છે.

ઘણા લોકોને ત્યાં મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી. તેનું એક કારણ ખોટી દિશામાં તિજોરી રાખવી પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની તિજોરીનું મોઢું હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, તેનાથી ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસાની બચત કરવામાં પણ મદદ મળે છે.

જો તમે ઘણી મહેનત કરી રહ્યા છો તેમ છતાં તમારા કામ પુરા નથી થઇ રહ્યા, તો સ્પષ્ટ છે કે તમે ઉદાસ થશો. તે વખતે જો તમે કોઈ જરૂરી કામ ઉપર જાવ છો તો તે પહેલા તેની વિરુદ્ધ દિશામાં 4 ડગલા જરૂર ચાલો. ત્યાર પછી સીધા તમારા કામ તરફ આગળ વધો, એમ કરવાથી તમારા કામમાં અડચણ ઉભી નહિ થાય અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.