5000 વર્ષ જૂનું ગુજરાત માં આવેલ આ મહાદેવ નું આ મંદિર,જાણો ક્યાં આવેલ છે આ મંદિર….

0
339

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર કાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શોભેશ્વર મંદિરે મેળો ભરાશે અને લોકો પ્રથમ મહાદેવના દર્શન કરીને મેળાની મોજ માણશે.જયારે આજે રવિવારે શોભેશ્વર મહાદેવને ફૂલોનો અદભુત શ્રુંગાર કરીને ભક્તોએ શિવ આરાધના કરી હતી.પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા. તે સમયે ભગવાન શિવની પૂજા કરવા માટે જુદાજુદા વિસ્તારોમાં તેમણે શિવલિંગની સ્થાપના કરી હતી. આવી જ રીતે મોરબી નજીક આવેલા વિશાળ જંગલમાં જ્યારે પાંડુ પુત્ર જય રોકાયા હતા ત્યાં રાફડામાંથી શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયું હતું. આ જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ જ મંદિર આજે સ્વયંભૂ શોભેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે.

વાત કરીએ મોરબી નજીક આવેલા શોભેશ્વર મહાદેવ મંદિરની, જે 5000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન પંચાળ ભૂમિમાં રોકાયા હતા અને સૌરાષ્ટ્રમાં તેના પુરાવાઓ પણ ઠેરઠેર જોવા પણ મળે છે. અજ્ઞાતવાસમાં ધર્મરાજા યુધ્ધિષ્ઠરને શિવ પૂજા કર્યા પછી જ અન્નજળ લેવાનો નિયમ હતો. જેથી રાફડામાંથી શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. ત્યારથી અહી શિવપૂજા થવા લાગી. એન તે જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધિષ્ઠિર દ્વારા શિવલીંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારથી આ મંદિર છે અને મંદિરની બાજુના ભાગમાં નાગાબાવાઓનો અખાડાઓ પણ હતો.

મંદિરના મહંત જિગ્નેશગીરી ગોસાઈ મંદિર વિશે જણાવે છે કે, વર્ષો પહેલા જ્યારે નાગાબાવા આ જગ્યાએ રહેતા હતા ત્યારે માત્ર નાની દેરી જેવું મંદિર હતું. ત્યાર બાદ આ મંદિરે સેવા પૂજા કરતા મહંત વાલાપુરી મહાદેવાપરી ગોસાઈ મોરબીના રાજા સર વાઘજી ઠાકોર સાથે મંદિર બંધાવવા માટે જીદે ચઢ્યા હતા. વાઘજી ઠાકોરે એવી શરત મૂકી હતી કે જો મંદિરમાં મુકવામાં આવેલ નંદી(પોઠીયો) એક ડોલ પાણી પી જાય અને ઘાસનો પૂડો ખાઈ જાય તો મંદિર બંધાવી આપશે. ત્યારે મહાદેવે મોરબીના રાજા વાઘજી ઠાકોરને પરચો આપ્યો હતો અને મંદિરનો પોઠિયો ઘાસ ખાઈ ગયો અને પાણી પી ગયો હતો. ત્યાર બાદ રાજાના કહેવાથી જૈન સદગતના હસ્તે શિખરબદ્ધ મંદિર ઉભું કરવામાં આવ્યું હતું.

શ્રાવણ મહિના દરમ્યાન આ મંદિરે શિવાજીના દર્શન કરવા માટે લોકો મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે. અહીં સમગ્ર મહિનો ભંડારાની પણ વ્યવસ્થા જુદાજુદા દાતાઓ તરફથી કરવામાં આવે છે. મંદિરની આસપાસમાં લીલોતરી હોવાથી ઘણા લોકો પોતાના પરિવારજનોની સાથે અહી હરવા-ફરવા માટે પણ આવતા હોય છે. જો કોઈ દર્શનાર્થી બહારગામથી આવ્યા હોય અને ભોજન પ્રસાદ માટે મંદિરના સંચાલકને જાણ કરવામાં આવે તો મંદિર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.શ્રાવણ મહિના દરમિયાન પહેલા સોમવારે આ મંદિર પાસે મેળો યોજાય છે, જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. શોભેશ્વર મહાદેવનો પરચો તો મોરબીના રાજા સર વાઘજી ઠાકોરને પણ થયા છે.

શ્રાવણ માસ એટલે ભગવાન ભોળનાથની ભક્તિ કરવાનો સોનરી અવસર ગણાય છે.તેમાંય શ્રાવણ માસમાં શિવ દર્શનનું અનેરું મહત્વ હોય છે.બદલાતા સમયના વહેંણ વચ્ચે પણ આજે શ્રાવણ માસમાં શિવ ભક્તિનું સ્વરૂપ બદલાયું નથી.આજે પણ લોકો શ્રાવણ માસમાં શિવાલયોમાં દર્શનાર્થે ઉમટી પડે છે.ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પ્રાચીન શોભેશ્વર મંદિરે આજે પણ શ્રાવણ માસમાં શિવ ભક્તિ કરવાનું મહત્વ જળવાય રહ્યું છે.આ શોભેશ્વર મંદિરનો ઇતિહાસ આશરે 5 હજાર વર્ષ પુરાણો છ.જેમાં પાંચ હજાર વર્ષ પૂર્વે પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે નિવાસ કર્યો હતો અને તે સમયે યુધિષ્ઠિરની શિવ ભક્તિ સ્વંયભુ શિવલિગનું અહીં પ્રાગટય થયું હતું એવી લોકવાયકા છે.બાદમાં 400 વર્ષ પૂર્વે તત્કાલીન રાજવી વાઘજી ઠાકોરે જીણોદ્ધાર કર્યા બાદ આ મંદિર શોભેશ્વર મહાદેવથી જાણીતું થયું હતું.આ શિવલયની વિશેષતા એ છે કે, આ પૌરાણિક મંદિરમાં નાગદેવતાનો રાફડો છે અને હનુમાનજી, ગાયત્રી માતાજી, શીતળા માતાજી બિરાજમાન છે.શ્રાવણ માસમાં નિયમિત આરતી પૂજા અર્ચના અને બપોરે બ્રહ્મ ભોજન સહિતના કાર્યક્રમો યોજાઈ છે.આ શિવાલયનું જીજ્ઞેશગિરી બાપુના પરિવાર દ્વારા સંચાલન કરવામાં આવે છે અને ભવિષ્યમાં આ મંદિરમાં નવી ભોજન શાળા બનાવવાનો મુખ્ય પ્રોજેકટ છે.

શહેરના તમામ વિસ્તરોમાં લોકો વાહનમાં કે પગપાળા આ શિવાલયમાં શિવ દર્શને શ્રાવણ માસમાં નિયમિત આવે છે.ઘણા લોકોને શોભેશ્વર દાદા ઉપર અતૂટ શ્રદ્ધા હોવાથી દર શ્રાવણ માસે દર્શન કરવાનું ક્યારેય ચૂકતા નથી.આજે પણ આખો શ્રાવણ માસ આ શિવાલયમાં મોટી સંખ્યામાં ભક્તો શિવ દર્શનનો લાભ લઈને પોતાની યથા શક્તિ પ્રમાણે ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે .આ શિવાલયમાં વર્ષોથી શ્રાવણ માસના દર સોમવારે મેળો ભરાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને મેળાની મોજ માણે છે.ત્યારે આવતીકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શોભેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાશે અને લોકો પહેલા ભગવાન શિવની આરાધના કર્યા બાદ મેળાની મોજ માંણશે.જ્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે આ શિવલયમાં મોટી સંખ્યામાં લોકો શિવ દર્શને આવે છે અને કોઈ શિવલિગ પર બીલીપત્ર કે દુગધાભીષેક કરીને ભગવાન ભોળનાથની તેમના પર કાયમ કૃપાદ્રષ્ટિ રહે તેવી પ્રાર્થના કરે છે.ત્યારે આજે ભક્તોએ શોભેશ્વર મહાદેવ મંદિરના શિવલીગને ફુલોનો શણગાર કરીને ધન્યતા અનુભવી હતી.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ