પત્ની હતી પાતળી અને પતિ હતો જાડો,બન્ને ને સંભોગ માં પડતી હતી તફલિક,આખરે કાઢ્યો આવો ઉપાય..

0
1215

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ.હું ૨૭ વર્ષની પરિણીતા છું. પુત્રીના જન્મના ત્રણ મહિના પછી મારા હાથપગ, પીઠ, ઢીંચણ અને પીંડીમાં ખૂબ દુખાવો થાય છે. ચાલવામાં પણ ખૂબ તકલીફ થવા લાગી છે. મેં મારું મેડિકલ ચેકપઅપ તો નથી કરાવ્યું, પરંતુ એક ડોક્ટરની સલાહ લીધી તો તેમણે આર્થરાઇટિસ હોવાની શંકા વ્યક્ત કરી છે અને મને દૂધ અને દાળ ખાવાની ના પાડી છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે? હું સંયુક્ત કુટુંબમાં રહું છું.એટલે મારા માટે સમય કાઢી શકું તેવી પરિસ્થિતિ નથી. છેલ્લા એક વર્ષમાં મારું વજન છ કિલો ઘટી ગયું છે. અત્યારે મારું વજન ૪૫ કિલો છે.

જવાબ.સૌ પ્રથમ તો તમે મેડિકલ ટેસ્ટ કરાવો. તમારાં શારીરિક લક્ષણોનો સંબંધ અનેક પ્રકારના રોગ સાથે હોઈ શકે છે. રુમેટાએડ આર્થરાઇટિસ અને તેનાથી તદ્દન વિપરીત ડિપ્રેશન બંને વિકાર આ સ્વરૂપ પ્રગટ થઈ શકે છે.જો આર્થરાઇટિસ હોય તો પણ દૂધ અને દાળ બંધ કરવા યોગ્ય નથી. મારી સલાહ છે કે કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે ટેસ્ટ કરાવીને સારવાર કરાવો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો બહુ જલદી એવી પરિસ્થિતિ આવશે કે કોઈની દેખભાળ નહીં કરી શકો. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને યોગ્ય સારવાર કરાવો.

સવાલ. હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું. મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે. અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને ?એક બહેન (બોરીવલી-મુંબઈ)

જવાબ.પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો.એક ઘટના કહું, ૧૯૭૦ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું. ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું. અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા. એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું. આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું!

કામેચ્છા બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નથી. પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે. હા, થોડોક ફરક જરૂર પડે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.

એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય. દા.ત. હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં? જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા. ઈન્દ્રિયમાં, પણ આવું જ છે. જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે, જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું. તો એ જવાન બની જાય છે. જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સેક્સનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.

સવાલ.સ્ત્રી કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે.

જવાબ.જ્યાં સુધી એની માસિક પાળી નિયમિત આવતી હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે. મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી.

સવાલ. ગુપ્તાંગની ચામડી ઢીલી છે. હસ્તમૈથુનની આદતને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી.

જવાબ.ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે. જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે. હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ (વ્રજોલી, અશ્વિની મુદાષી) અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે. અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.

સવાલ. હું ૨૨ વર્ષની યુવતી છું. ચાર વર્ષ પહેલાં મારા બાહ્ય જનનાંગમાં એક મંકોડો કરડયો હતો. જેને કારણે તે ભાગમાં સોજો આવી ગયો હતો. બીજા દિવસે સોજો ઊતરી ગયો પણ વચ્ચે થોડો સોજો હતો. તેમાં ચળ પણ આવતી હતી. તેથી મેં રાત્રે બેટનોવેટ ક્રીમ લગાવી જેનાથી મને રાહત થઈ, પરંતુ ત્યારથી ગુપ્તાંગમાં વચ્ચે બોર જેવો નાનો દાણો થઈ ગયો છે. આમ તો મારું માસિક નિયમિત છે અને હું સુંદર પણ છું.આ બાબતને લઈને હું ખૂબ ચિંતિત રહું છું કે ક્યાંક મારા ભાવિ પતિ મને છોડી ન દે. ડોક્ટર પાસે જતાં પણ સંકોચ થાય છે. પ્લીઝ, આનો ઉપયાત જણાવો.

જવાબ.જેને તમે અસામાન્ય બાબત માનો છો તે ભગનાસા (ક્લાઇટેરિસ) છે. તે બોર કે વટાણાના દાણા જેવડો ઉપસેલો ભાગ છે, જે મૂત્રદ્વારથી લગભગ એક ઇંચ ઉપર હોય છે તથા તેના પર ભગોષ્ઠોથી બનેલી ત્વચાનં આવરણ હોય છે. તેમાં સંવેદનશીલ નાડીઓ ખૂબ હોય છે, જે તેને સંવેદનશીલ બનાવે છ. કામોત્તેજના વખતે તેનો આકાર થોડો મોટો થઈ જાય છે.લાગે છે કે એ ઘટનાએ તમને કુદરતી રચનાનો પરિચય મેળવવાની તક આપી, પરંતુ હકીકતથી અજાણ હોવાને કારણે તમારું મન શંકાકુશંકામાં પડી ગયું. તેથી તમે આ વિષય પર પ્રકાશિત કેટલાંક સારાં પુસ્તકો વાંચો જેથી તમે શારીરિક રચના વિશે જાણી શકો.