21 વર્ષ ના મોજીલા યુવક ને FB પર બંધાયા પ્રેમ સંબંધ,રોજ શારીરિક સંબંધ બાંધતા પણ એક દિવસ યુવક ની વાસના એટલી બધી પ્રજલિત થઈ ગઈ કે…..

0
1647

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે.ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે.અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવા માં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

આજે એક એવી જ ઘટના વિષે વાત કરી રહ્યા છીએ. આ ઘટના એક ૪૧ વર્ષની સ્ત્રી અને તેનાથી ૨૧ વર્ષ નાના એના પ્રેમીની છે.તો વિગત અનુસાર આ ઘટના સુરત શહેરની છે. સુરત શહેરના ડુંભાલ વિસ્તારમાં ૪૧ વર્ષની પરિણિત મહિલાને તેનાથી ૨૧ વર્ષ નાના એટલે કે ૨૦ વર્ષના એક યુવક સાથે સેક્સ સંબંધ બંધાયા હતા.જો કે આ કિસ્સામાં મહિલા યુવક કહે ત્યારે તેને મળવા અને શારીરિક સંબંધો બાંધવા જઈ શકતી ન હોવાને કારણે યુવકે તેને ફોન પર ગંદી ગંદી ગાળો આપી હતી અને મહિલાને તેમની સાથે લગ્ન કરવાની માંગ કરી હતી.

જયારે આ મહિલાએ યુવકની વાત ન સાંભળી ત્યારે યુવકે આ મહિલાના ઘરે જઈને તેમના આડા સંબંધોનો ભાંડો ફોડી નાંખ્યો હતો.આ ઘટના બાદ પણ યુવક આ મહિલાને મળવા આવવા અને શારીરિક સંબંધો રાખવા ખુબ દબાણ કરતો હતો.અંતે કંટાળેલી મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.આ વિસ્તારના લોકોએ યુવકને બને તેટલો ઝડપથી પકડવાનો આગ્રહનો પોલીસને અનુરોધ કર્યો છે.આમ આવી ઘટનાઓ ઘણી વખત જોવા અને સાંભળવા મળતી હશે જ કારણે કે આજ ના કળયુગમાં આ પ્રકારના કિસ્સાઓ વારંવાર સામે આવ તા જ હોય છે.

આ ઘટનામાં મૂળ સૌરાષ્ટ્રની મહિલાને તેનાથી ૨૧ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.આ મહિલાને બે દીકરાઓ પણ છે, જેમાં એક દીકરાની ઉંમર ૧૬ વર્ષ અને બીજા દીકરાની ઉંમર ૧૩ વર્ષ છે.આ મહિલાનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે.મહિલા થોડા સમય પહેલા ફેસબુક પર એક અજાણ્યા યુવકના સંપર્કમાં આવી હતી અને આ યુવકે સાથે વાત કરીને પ્રેમ સંબંધ બંધાયો હતો.આ મહિલા અને યુવકે પ્રથમ તો મેસેન્જર પર વાતની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો.પછી તેમણે એકબીજાના ફોન નંબરની આપ-લે કરી હતી.

ત્યારબાદ યુવકના કહેવાથી મહિલા પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી, અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. આ મહિલાનો પ્રેમી તેને વારંવાર મળવા બોલાવતો હતો અને બંને વચ્ચે સેક્સ સબંધ બંધાતો હતાં. આ ઉપરાંત મહિલા અને યુવક બન્ને બહાર ફરવા પણ જતા હતા.આ મહિલાને ઘરનું ઘણું કામ રહેતું અને સાથે સાથે દુકાન પણ સંભાળતી હતી જેના કારણે મહિલા જયારે યુવક બોલાવે ત્યારે તેને મળવા જઈ શકતી ન હતી અને યુવકની શારીરિક માગણીઓ સંતોષી શકતી ન હતી.

આ બાબતે ગુસ્સે થઈને યુવકે આ મહિલાને ફોન પર ગંદી ગંદી ગાળો આપીને પરેશાન કરી હતી. આ ઉપરાંત મહિલાને તેના પર બળાત્કાર કરવાની ધમકીઓ પણ આપી હતી. આ જ કારણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસને ઝડપથી આ યુવકની ધરપકડ કરવા પણ અનુરોધ કર્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ફેસબુક પર અમદાવાદના પરિણીત યુવકે પોતે અપરિણીત હોવાનુ જણાવીને વડોદરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ યુવતી પતિ સાથે અમદાવાદ રહેવા ગઈ હતી અને સુખી લગ્ન જીવનના ફળસ્વરૂપે ગર્ભવતિ બની હતી.જોકે, ગર્ભવતિ બન્યા પછી યુવતીને જાણ થઈ હતી કે તેનો પતિ પહેલેથી જ પરિણીત છે અને તેને બે સંતાનો પણ છે. આ બનાવ બાદ છૂટાછેડા માટે દબાણ કરતા પતિ તેમજ સાસરિયાંઓના ત્રાસથી પરિણીતા વડોદરા પાછી આવી ગઈ હતી. આ બનાવ અંગે હરણી પોલીસે ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ફેસબુક પર થયો પ્રેમ,કરી લીધાં લગ્ન હરણી ગામની વણકર વાસમાં રહેતી મધુબેન ફેનિલભાઈ મેવાડાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018માં ફેસબુક ઉપર મારી અમદાવાદના ફેનિલ મેવાડા નામના યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી.ફેનિલ ફેસબુક ઉપર ગબ્બરસીંગ નામના આઈડી પરથી મારી સાથે ચેટ કરતો હતો. સોશિયલ મીડિયા પર છ મહિનાની વાતચીત બાદ અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.ફેનિલ મને કહેતો હતો કે આપણે લગ્ન કરી લઈએ.પરંતુ હું લગ્ન કરવા તૈયાર ન હતી.

તેણે મને કહ્યુ કે, જો તૂ મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. છેલ્લે તેની જીદને વશ થઈને મેં તેની સાથે દિવાળીપુરા કોર્ટમાં રજિસ્ટર મેરેજ કરી લીધા. ફેનિલે મેરેજ વખતે પોતે કુંવારો હોવાનુ લખાવ્યુ હતુ. લગ્ન બાદ અમે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા લાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેવા ગયા હતા.સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે હું ગર્ભવતિ બની. મને આઠમો મહિનો ચાલતો હતો. એક વખત સાંજે હું અને ફેનિલ ઘરમાં હાજર હતા. તે વખતે બે મહિલા અને ત્રણ પુરૂષ અમારા ઘરમાં ઘુસી આવ્યા. મહિલાએ મને પુછ્યુ કે, તૂં કોણ છે ? મેં જવાબ આપ્યો કે, હું ફેનિલની પત્ની છું. તેણે પુરાવો માંગ્યો એટલે મેં મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું.

તેણે મને કહ્યુ કે, ફેનિલ મારો પતિ છે અને અમારા બે સંતાનો પણ છે.મહિલાની વાત સાંભળીને હું ડઘાઈ ગઈ. તેઓ ફેનિલને પોતાની સાથે લઈ ગયા. હું ઘરમાં એકલી જ રહેતી હતી.પાંચેક દિવસ પછી તેમનો મને ફોન આવ્યો અને મને લો ગાર્ડન બોલાવી.હું ત્યાં પહોંચી ત્યારે ફેનિલના માતા-પિતા અને અન્ય લોકો ત્યાં મૌજુદ હતા.તેમણે મને કહ્યુ કે, ફેનિલને છૂટાછેડા આપી દે અને બાળક જન્મે પછી તેને કોઈને દત્તક આપી દઈશુ.ત્યારપછી તૂ બીજા કોઈ જોડે લગ્ન કરી લેજે. મેં કહ્યુ કે, પોલીસને બોલાવીને આવી વાત કરો.

તેઓ પોલીસને બોલાવવા તૈયાર ન હતા. તેમણે મને ધમકી આપીને છોડી દીધી.ત્યારથી હું વડોદરા આવી છું અને છેલ્લા બે મહિનાથી હરણી ગામમાં રહું છું.ફેનિલે મારી પાસેથી ટૂકડે ટૂકડે બે લાખ રૂપિયા લીધા છે.તેને મેં મોબાઈલ પણ અપાવ્યો હતો.ઉપરાંત સોનાની ચેઈન અને બીજા દાગીના પણ તેની પાસે છે. ઉપરોક્ત ફરિયાદને આધારે હરણી પોલીસે ફેનિલ મહેન્દ્રભાઈ મેવાડ ઉર્વશી ફેનિલ મેવાડા અને નીરૂબેન મહેન્દ્રભાઈ મેવાડા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.