ત્રણ યુવતી અને પાંચ યુવક મધરાતે ફાર્મ હાઉસમાં કરતાં હતાં એવું કાર્ય કે જાણી ચોંકી જશો…..

0
699

સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદમાં કલોલ પાસેના અઢાણા ગામે આવેલા ફાર્મ હાઉસમાં પાર્ટી કરી રહેલી 3 યુવતીઓ અને 5 યુવકોને સાતેજ પોલીસે ઝડપી લીધા છે. આ તમામ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે પાંચ યુવકો અને ત્રણ યુવતીઓને ઝડપીને તેમની પાસેથી દારૂની બોટલો, મોબાઈલ તથા ત્રણ કિંમતી કારો મળી કુલ રૂપિયા 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કલોલના સાતેજ પોલીસ મથકના જવાનો ગત રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે અઢાણા ગામની સીમમાં આવેલ કર્મભૂમિ 1ના ફાર્મમાં મકાન નંબર 54માં પાર્ટી રાખી છે અને દારૂની મહેફિલ ચાલી રહી છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો ત્યારે પાંચ યુવકો અને ત્રણ યુવતીઓ દારૂબની મહેફિલ માણી રહ્યાં હતાં.પોલીસની તપાસમાં માલૂમ પડયું હતું કે અમદાવાદના સાર્થક શાહની બર્થ ડે પાર્ટી નિમિત્તે ઈશાનરાજ ભાટિયાના અઢાણા ગામે આવેલ ફાર્મ-હાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી. પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી વિદેશી દારૃની બે ખાલી બોટલો જપ્ત કરી હતી.દારૂની મહેફિલમાં પકડાયેલા લોકોમાં ઈશાનરાજ રૂપેશ ભાટિયા, સાર્થક વિપુલભાઈ શાહ, મીત નીતિશભાઈ આશરા, શિશિર હેમંત તિવારી, પ્રિન્સ દિનેશ કુમાર પ્રજાપતિ ઉપરાંત જાહનવી સુરેશભાઈ ચૌહાણ, સમૃધ્ધિ સંજયભાઈ પંચાલ અને પૂજા સુનિલ ગોપી ચંદ્રા એ ત્રણ યુવતીનો સમાવેશ થાય છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા સાડા ત્રણ માસથી પ્રેમીએ અવારનવાર શરીર સંબંધ બાંધી તે પળોના ફોટા પાડ્યા હતા તેમજ વિડીયો પણ ઉતાર્યો હતો. બાદમાં તેના બે મિત્રોએ એક ફાર્મ હાઉસમાં લઇ જઈ છેડતી કરી યુવતીને ફોટા-વિડીયો વાયરલ કરવાની તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે યુવતીએ ગતરોજ પ્રેમી અને તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને સાગર વેલજીભાઇ ગજેરા સાથે પ્રેમ સંબંધ હતો. સાગરે યુવતીને લગ્નની લાલચ આપી જુદાજુદા સ્થળે લઇ જઈ વીતેલા સાડા ત્રણ માસ દરમિયાન અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

એટલું જ નહીં તે અંગત પળોના તેણે ફોટા પાડયા હતા અને વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યાર બાદ સાગરના બે મિત્રો જસ્મીન બોડા અને રમેશ ઘોઘારીએ પણ યુવતીને ફાર્મ હાઉસમાં લઇ જઈ સાગરે તારા ફોટા-વિડીયો અમને બતાવ્યા છે તે વાયરલ કરી દઈશું તેવી ધમકી આપી છેડતી કરી હતી તેમજ તેના ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી બંનેએ આ વાત કોઈને પણ ન કહેવાની પણ ધમકી આપી હતી. સાગરે લગ્નનો ઇન્કાર કરતા યુવતીએ ગતરોજ પ્રેમી તેના બે મિત્રો વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ખેડાની નડિયાદ પોલીસે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી કરતા નબીરાઓને ઝડપી પાડ્યા છે. નડિયાદ પાસેના દાવલીયા પુરા ગામે કેટલાક યુવકો અને યુવતીઓ રેવ પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જે બાતમી આધારે પોલીસે રેડ કરતા નડિયાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ છાયાબેન પટેલના પતિ કલ્પેશ ઉર્ફે પીન્ટુ ભાઇ પટેલ સહિત 8 યુવકો અને 7 યુવતીઓ આ રેવ પાર્ટીમાં ઝડપાયા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી બિયરની બોટલો, ખાલી વિદેશી શરાબની બોટલો, વાહનો મળી કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ વિશે નડિયાદના ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું કે, નડિયાદના દાવલીયા પુરા પાસે કલ્પેશ ઉર્ફે પીન્ટુના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી બાતમી મળી હતી. કલ્પેશ ઉર્ફે પીન્ટુ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ છે. અહીંથી પોલીસે 8 પુરુષ અને 7 મહિલા સહીત 15 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હાલ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. 15 યુવક-યુવતીઓમાંથી કોણે કોણે દારૂ પીધો છે તે હેલ્થ ચેકઅપ બાદ જ સામે આવશે.ફાર્મહાઉસમાંથી શું શું મળ્યું, પોલીસે ફાર્મ હાઉસમાંથી 31,300 હજાર રોકડા, 18 મોબાઈલ, 11 વિદેશી બનાવટની બિયર, ખાલી દારૂની બોટલ તથા લેપટોપ અને વાહનો કબજે કર્યાં છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડતા ૩૫ જેટલી વ્યક્તિઓને પકડી પાડી હતી. તેમની પાસેથે છ લાખની કિંમતનો દારૂ અને બિયરના જથ્થો ઉપરાંત ૨૫.૪૭ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વાઘોડિયા પોલીસે ફાર્મ હાઉસના માલિકની સામે પણ ગુનો દાખલ કરીને તેની પણ શોધખોળ શરૂ કરી દીધી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર જરોદ ગામની સીમમાં આવેલા રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલના જયદીપ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે ગઇકાલે રાત્રી દરમિયાન વાઘોડિયા પોલીસ મથકની ટીમે ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. જેમાં દારૂની મહેફિલ માણી રહેલા ૩૫ લોકોને પકડવામાં આવ્યા હતા.

પીએસઆઇ અજયપાલસિંહ રાઉલજીના જણાવ્યા અનુસાર દારૂની પાર્ટી કરતા તમામ ૩૫ વ્યક્તિઓનું મિત્ર મંડળ જ હતુ. તેઓ સ્થાનીક ઉપરાંત આસપાસના રહીશો હતા. પોલીસે દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત ૨૬ મોબાઇલ, સાત કાર, ચાર બાઇક જપ્ત કરી હતી. આ ઉપરાંત ફાર્મ હાઉસના માલિક રજનીકાંત અમૃતલાલ જયસ્વાલની સામે ગુનો દાખલ કરીને તેની પણ શોધખોળ શરૂ કરી દીધી છે.

વાધોડિયા પંથકમાં ચકચારભર્યા આ દરોડામાં પકડાયેલાઓમાં દીપક ઉર્ફે વાઘો વિજયભાઇ જયસ્વાલ, પ્રિયાક જતીનભાઇ પટેલ, ધીરજ રમેશભાઇ પટેલ, ભરત ઘનશ્યામભાઇ પટેલ, ચંદ્રકાન્ત હેમંતભાઇ પરમાર, રવિસિંહ અજીતસિંહ પરમાર, કાળુભાઇ માનસિંગભાઇ રાઠોડ, નગીનભાઇ મોહનભાઇ ભાલીટા, કેયુરભાઇ વિનુભાઇ પટેલ, કિરણ રમેશભાઇ પટેલ, અમિત વરેચંદ્ર વણકર, આદિત્ય યોગેશભાઇ સોની, જલદીપ પ્રવિણભાઇ પટેલ, વિજય બલદેવભાઇ પટેલ, મેહુલ લવજીભાઇ ધામેલીયા, ભોગીલાલ બાબુભાઇ પટેલ, ધીરેન રમણભાઇ પટેલ, કૃણાલ જતીનભાઇ વટવા, મિલન અશોકભાઇ પાટીલ, ચિરાગ જયેન્દ્રભાઇ ટ્રેલર.

વૈભવ અરવિંદભાઇ જોષી, હેમંત જયંતિભાઇ ભાવસાર, હેમંત રમેશકુમાર શર્મા, વિવેક બદ્રીપ્રસાદ ભાટીયા, તુષાર રમણભાઇ બ્રહ્મભટ્ટ, ગૌરાંગ રજનીકાંત ઠક્કર, જનકકુમાર જનજીવનભાઇ પટેલ, મીતુલ કનુભાઇ પટેલ, ભાવીન ઘનશ્યામભાઇ પટેલ, પ્રશાંતસેન સંતોષસેન સેન, અમિત સત્યનારાયણ સાપરે, સન્ની રાજુભાઇ પટેલ, ભરત ચંદુભાઇ પટેલ, મુકેશ કરશનભાઇ રોહીત, જીગ્નેશ જીતીનભાઇ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલ વોન્ટેડ છે.