99 ટકા લોકો નથી જાણતા કે કેમ આવે છે હાર્ટ એટેક,જાણી લો એનું કારણ અને એના ઉપચાર

0
660

ભારતમાં દર વર્ષે 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. એવું માનવામાં આવે છે કે, 1990માં 24ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હ્રદય રોગને કારણે 2020 સુધી 40ટકા મૃત્યુ થઇ શકે છે. પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.બગડેલી દિનચર્યા, ખાનપાનની ખોટી આદતો જરૂર કરતા વધુ તણાવ લેવો અને વ્યાયામ ન કરવાને કારણે દિલ સંબંધી રોગોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિલના સ્વાસ્થય માટે જરૂરી છે કે તમે આ સાથે જોડાયેલ તથ્યો જાણો અને સમય સમય પર ચેકઅપ અને ડોક્ટરની સલાહ દ્વારા ખુદને ફિટ બનાવી રાખો. હાર્ટ એટેક સાથે સંકળાયેલ માહિતી પ્રાપ્ત કરી તેનાથી બચી પણ શકાય છે.

હાર્ટ એટેક શુ છે દિલ માંસપેશીઓથી બનેલ અંગ છે જે શરીરના વિવિધ ભાગોમાં લોહીની પમ્પિંગ કરે છે. દિલની રક્ત પ્રવાહિત કરનારી ધમનીઓ જ્યારે રોકાય જાય છે ત્યારે તે ભાગમાંલોહીનું સંચાર ન થવાથી માંસપેશીઓ મરવા લાગે છે. જેનાથી દિલનું કાર્ય પ્રભાવિત થાય છે. આને જ હાર્ટ એટેક કહે છે.

હાર્ટ એટેકના લક્ષણ છાતીમાં દુખાવો જે જબડાંથી લઈને પેટના નીચેના ભાગ સુધી ક્યાય પણ થઈ શકે છે. દમ ઘૂંટાવવાનો અનુભવ, પરસેવો આવવો, ચક્કર આવવા, ગભરામણ જેવુ લાગવુ.ધ્યાન રહે કે દુખાવો ગેસને કારણે પણ હોઈ શકે છે. તેથી પહેલા એ ખાતરી કરી લો કે દુ:ખાવો હાર્ટ એટેક જ છે કે નહી. થોડીક હિલચાલ કરીને ઊંડો શ્વાસ લઈને જોવુ જોઈએ કે દુ:ખાવો ઓછો થાય છે કે નહી.

લક્ષણ સમજ આવવા પર સૌથી પહેલા એમ્બ્યુલન્સને ફોન કરવો.તમે જે પણ જગ્યાએ અને જે સ્થિતિમાં હોય ત્યાં બેસી જવું. જો તમારી આસપાસ ખુશી અથવા સીટ છે તો તેના પર બેસી જાઓ અને કંઈ પણ ના હોય તો જમીન પર બેસી જવું કારણ કે બેસવાથી રાહત મળે છે. જો તમારા કપડાં ટાઈટ પહેરેલા હોય તો તેને તુરંત જ ઢીલા કરી નાખવા. શર્ટ ના ઉપરના બટન ખોલી નાંખવા.

હાર્ટ એટેક મહેસૂસ થવા પર જોર જોરથી ઊંડો શ્વાસ લો અને શ્વાસ લેતા સમયે ગણતરી પણ કરવી. જેટલો ઊંડો અને જલ્દી જલ્દી શ્વાસ તમે લેશો, તમારા ફેફસામાં એટલો જલ્દી ઓક્સિજન મળશે.

300 MG ની એસ્પ્રિન ટેબલેટ ને તુરંત જ લઈ લો. જો કોઈ વ્યક્તિને પહેલો હાર્ટ અટેક આવી ગયેલ હોય અથવા તો તે હાઇબ્લડપ્રેશરના દર્દી હોય તો તેમણે પોતાની સાથે બેથી ત્રણ એસ્પ્રિન ની ટેબલેટ જરૂર રાખવી જોઈએ. જો તમારી પાસે એસ્પ્રિન ટેબલેટ નથી તો પોતાની આસપાસના લોકો પાસેથી તુરંત મદદ માંગી લો.જો ઓછો થાય તો સમજી લો કે આવુ ગેસ ને કારણે થયુ છે આ કોઈ હાર્ટ એટેક નથી. પણ કોઈપણ પ્રકારના દુ:ખાવાને હળવાશમાં ન લો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

 

કેમ યુવાઓને થાય છે હાર્ટ અટેક સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે. લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.

આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.

શુ કરશો શુ નહી સૌ પ્રથમ ખાતરી કરી લો કે આ હાર્ટએટેક છે.ત્યારબાદ પાણીમાં ડિસ્પિન ઓગાળી દર્દીને પીવડાવો. ત્યારબાદ તરત જ તેને વિશેષજ્ઞ પાસે પહોંચાડો જેથી હાર્ટ અટેકના 1-6 કલાકને ખૂબ જ મહત્વપૂર્ણ સમજવામાં આવે છે. જો શરૂઆતમાં યોગ્ય સારવાર મળી જાય છે તો દિલને થનારુ નુકશાન ઘણુ ઓછુ કરી શકાય છે. રોગીને સપોર્ટ આપો. લોકોની સલાહ પર કોઈ દવા ન આપશો.

કોણે હોય છે વધુ સંકટ દિલ સંબંધી રોગોની આશંકા એ લોકોને સૌથી વધુ હોય છે જેમને ડાયાબિટીઝ મેલિટસ (લાંબા સમય સુધી શુગર લેવલ વધેલુ રહે) હોય. બ્લડ પ્રેશર અને બ્લડ કોલેસ્ટ્રોલ વધુ હોવુ. જાડાપણુ, પહેલા પણ એટેક આવી ચુક્યો હોય. જેમના પરિવારમાં આ રોગ જન્મજાત હોય. વધુ વયના સ્ત્રી પુરૂષોને, સ્ત્રીઓમા મેનોપોઝ પછી, જે વધુ ધૂમ્રપાન કરતા હોય અને એવા લોકો જે બિલકુલ વ્યાયામ નથી કરતા.કયા ટેસ્ટ ઉપયોગી આ માટે ઈસીજી, બ્લડ ટેસ્ટ, એંજિયોગ્રાફી, ટ્રેડમિલ ટેસ્ટ વગેરે કરાવવામાં આવે છે.

વિધિ જે કારગર સાબિત થાય છે એંજિયોપ્લાસ્ટીને ખૂબ કારગર અને સરળ ઉપચાર માનવામાં આવે છે. બાયપાસ સર્જરીનો પ્રયોગ ખાસ પરિસ્થિતિઓ જેવી કે ત્રણે ધમનીઓમાં સંપૂર્ણ રીતે બ્લોકેજ હોય અને તેનો ઈલાજ એંજિયોપ્લાસ્ટીથી શક્ય ન હોય ત્યારે જ કરવામાં આવે છે.

આનાથી કેવી રીતે બચશો તળેલી વસ્તુઓ અને ગરમ વસ્તુઓને ટાળો. નિયમિત કસરત કરો. તણાવથી દૂર રહો. લીલા પાંદડાવાળી શાકભાજી અને ફળ વધુ ખાવ.મેડિટેશન લાફ્ટર થેરેપી વગેરેની મદદ પણ ફાયદાકારક રહેશે.જે પરિવારોમાં દિલ સંબંધી બીમારીયો હોય ત્યા બાળપણથી જ સાવધાની રાખવી જોઈએ. 30ની વય પછી દર વર્ષે ચેકઅપ કરાવતા રહો.