પ્રેમિકાને મળવા ગયેલો યુવક રૂમમાં રંગરલીયા મનાવતો હતો, અચાનક થયું એવું કે સબંધ બાંધવા ભારે પડ્યા….

0
348

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણી ને તમારી રૂહ કાપી જશે, એક ગામમાં એક યુવક પ્રેમિકા ને મળવા ગયો, પકડાઈ જતા લોકોએ તેની સાથે કર્યું એવું જે જાણીને તમને આશ્ચર્ય થશે આ ઘટના રાધનપુરની છે. પ્રેમિકાને મળવા ગયેલ યુવકને અમુક લોકોએ ઝડપી મુંડન કર્યું હતું. લોકોએ પહેલા યુવકને ઝડપ્યો અને બાદમાં વૃક્ષ સાથે બાંધી માથાના વાળ કાપી નાંખ્યા હતા. બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડી ગયો છે. પ્રેમીકાને મળવા આવેલા યુવકને લોકોએ ઝડપી પાડ્યો હતો અને ઝાડ સાથે બાંધી મુંડન કરી નાંખ્યું હતું.

બનાસકાંઠામાં યુવકનો મુંડન કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે. જિલ્લાના રાધનપુરમાં પ્રેમિકાને મળવા ગયેલ યુવકને અમુક લોકોએ ઝડપી મુંડન કર્યું હતું. લોકોએ પહેલા યુવકને ઝડપ્યો અને બાદમાં વૃક્ષ સાથે બાંધી માથાના વાળ કાપી નાંખ્યા હતા. પીડીત યુવક વાયરલ વિડિયોમાં વિડિયો ન ઉતારવાની આજીજી કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વિડિયો બનાસકાંઠાના સરહદી તાલુકાના ગામનો હોવાનું અનુમાન છે.

આવીજ બીજી ઘટનાપ્રેમિકાને મળવા આવ્યો અને ઝડપાઈ ગયો, યુવકને થાંભલે બાંધી ફટકાર્યો,દાહોદ જિલ્લાના એક ગામનો એક વીડિયો સોશયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. જેમાં એક યુવકને કેટલાક લોકો વીજળીના થાંભલે બાંધીને માર મારી રહ્યા છે. માર મારવામાં મહિલા પણ સામેલ હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુર ગામની એક પરિણીતા સાથે નજીકના તાતરી ગામના પરિણિત યુવકના આડા સંબંધો હતા. દરમિયાનમાં આજે આ યુવક તેની પ્રમિકાને મળવા ચાચકપુર ગામે આવ્યો હતો અને ગામ લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં ગામ લોકોએ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો હતો. યુવકને ચાચકપુર ગામના લોકોએ પકડીને બાંધ્યો હોવાની જાણ થતા આ યુવકના પરિવારજનો પણ અહીં દોડી આવ્યા હતા. બાદમાં સમાજના રીત-રિવાજ મુજબ બંને ગામનું પંચ ભેગું થયું હતું અને યુવકને 15,000 રૂપિયાનો દંડ ફટાકાર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે યુવક સીંગવડ તાલુકા પંચાયતના મહિલા સભ્યનો પુત્ર છે.

આવીજ એક ઘટનાપ્રેમની સજા: પ્રેમી પંખીડાને ચંપલનો હાર પહેરાવી, મો કાળું કરાવાયુંઘણીવાર એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે કે, ગામમાં ચોરી કરવા માટે આવેલા ચોરને ગામ લોકોએ પકડીને માર માર્યો હોય અને મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યા હોય, તો કેટલીકવાર એવા કિસ્સા પણ પ્રકાશમાં આવતા હોય છે કે, પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને ગામ લોકોએ પકડીને માર માર્યો હોય. ત્યારે આવો એક કિસ્સો ફરી એકવાર મોડાસાના અંતરિયાળ વિસ્તારમાં સામે આવ્યો છે. એક રીપોર્ટ અનુસાર, મોડાસાના અંતરિયાળ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં પ્રેમી અને પ્રેમિકાને પ્રેમ કરવાની ગામ લોકો દ્વારા સજા આપવામાં આવી રહી છે.

મોડાસાના એક ગામના પ્રેમી અને પ્રેમિકા લગ્ન કરવા માટે ભાગી ગયા હતા. ત્યાર પછી ગામ લોકોએ આ બંનેને પકડીને પ્રેમ કરવાની સજા આપી હતી. ગામના લોકોએ પ્રેમી અને પ્રેમિકાને જાહેરમાં ઊભા રાખીને પ્રેમી પંખીડાઓને એકબીજાના હાથે ચંપલનો હાર પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાથમાં કાળું ઓઈલ લઈ એકબીજાના મો કાળા કરાવવામાં આવ્યા હતા. જે સમયે આ તમાસો ચાલી રહ્યો હતો, ત્યારે લોકો તેનો વિરોધ કરવાના બદલે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારતા હતા. આ ઘટનાઓ પરથી સવાલ એ થઈ રહ્યા છે કે, ગામના લોકોને આ પ્રકારની સજા આપવનો હક કોણે આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે સ્થાનિક પોલીસ દ્વારા આ લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે, નહીં આવે તે જોવાનું બાકી રહે છે.

આવીજ એક ઘટનાગર્લફ્રેન્ડને મળવા ગયો બોયફ્રેન્ડ, ગામજનોએ પકડીને કરાવી દીધા લગ્નઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં એક પ્રેમી પોતાની પ્રેમીકાને મળવા તેના ગામે પહોંચ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોને લોકોને આ વાતની ખબર પડી ગઈ. માહિતી મળતા જ ગ્રામજનોએ ફૂલ-માળા, સિંદુર જેવી વસ્તુની વ્યવસ્થા કરી બંનેના લગ્ન કરાવી દીધા. તો આ આખી ઘટનામાં પોલીસનું કહેવું છે કે આયોજન દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિગનું ધ્યાન રાખવામાં આવ્યું કે નહીં અને તેમાં કેટલા લોકો સામેલ થયા હતા, આ વાતની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતાપગઢ જિલ્લાના બાઘરાય પોલીસ સ્ટેશનના કર્માજીતપટ્ટીમાં આરતી સરોજ નામની યુવતીને તેનો મલ્લાનો રહેવાસીને પ્રેમી સુરજ મળવા પુરવા પહોંચ્યો હતો. શનિવારે યુવકના પહોંચવાની જાણકારી ગ્રામજનોને મળી ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનો દ્વારા તરત ફૂલમાળા જેવી વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી. પછી ગ્રામજનોએ આરતી અને સૂરજના લગ્ન કરાવી દીધા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિગ સાથે માસ્ક જેવી વાતોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યું. આ રીતેના લગ્નના આયોજન બાદ ગામમાં ચારે તરફ તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

તો આખી ઘટના પર ASP વેસ્ટ, દિનેશ દ્વિવેદીનું કહેવું છે કે, આ આખા પ્રકરણની સમીક્ષા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આવી જ એક ઘટના બની હતી બિહારમાં. બિહારમાં એક પ્રેમીને તેની પ્રેમિકાને સંતાઈને મળવા જવું ભારે પડી ગયું હતું. ગ્રામજનોએ પહેલા તો તેને બંધક બનાવી લેવામાં આવ્યો અને પછી તેની પ્રેમિકા સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા. આ ઘટના મોતિહારી જિલ્લાના કેસરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોન્હિયા ગામની છે. અહી રાતે પાસેના જ સાહિબગંજ ગામમાં રહેતો એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા કોન્હિયા ગામ પહોંચ્યો હતો.

આ પ્રેમી ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો જ્યારે પ્રેમિકાના ગામે પહોંચવાની ખબર ગ્રામજનોને મળી ગઈ. પછી તો શું, થોડી જ વારમાં ગામના સેકડો લોકો એકઠા થઈ ગયા અને પ્રેમીને પકડીને તેને બંધક બનાવી દીધો. પ્રેમીને બંધક બનાવ્યા બાદ ઉતાવળથી મોડી રાતે ગ્રામ પંચાયત પણ બોલાવવામાં આવી, જ્યાં પંચોએ એ નિર્ણય લીધો કે પ્રેમી અને પ્રેમિકાના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવે.

રસપ્રદ વાત એ રહી કે પંચોએ પોતાનો નિર્ણય સંભળાવવા પહેલા છોકરીને તેની મરજી પૂછી તો તેણે પણ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની તરત હા પાડી દીધી. ત્યારબાદ સ્થાનિક એક પંડિતને બોલાવવામાં આવ્યો અને પછી પ્રેમી અને પ્રેમિકાના રાતે જ લગ્ન કરાવી દીધા. ગામમાં જ્યારે આ આખી ઘટના બની રહી હતી તો એ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હતી અને પોલીસની હાજરીમાં પંચાયતે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ પ્રેમી અને તેની પ્રેમિકાના લગ્ન થઈ ગયા.