જો દેખાય આ લક્ષણો તો જરા પણ રાહ જોયા વગરજ બતાવો ડોકટરને નહીં તો મૃત્યુ પણ થઈ શકે છે.

0
695

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,આપણું શરીર, હાઈડ્રોજન, ઓક્સીજન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે. આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ ઓછું છે.આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે. પાચન, શ્વસન, રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અનેપ્રજનન એ પાંચ આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે.

આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય.આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે.આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે.આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે.આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ છે .આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે.

આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે.આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે.શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે.માણસની મહાકાયતા અને વામનતા પીચ્યુટરી ગ્રંથીને આભારી છે.માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે.પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે.

શરીરમાં લોહીની કમી હોવાના કારણે કમજોરી આવે છે. જો સમય રહેતા આનો ઈલાજ કરવામાં ન આવે તો માથામાં દુ:ખાવો,થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. લોહીની કમીને બચવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ,દિલ્લી ના ડોક્ટર પાલક નું પીણું પીવાની સલાહ આપે છે. તેમના અનુસાર પાલક નુ શાક કે સલાડ માં મિક્ષ કરીને ખાવાથી હિમોગ્લોબીન લેવલ વધે છે અને કમજોરી દૂર થાય છે.

હિમોગ્લોબીનની ખામી થવી આ ઉણપ નાના બાળકોથી લઈને મોટી ઉમરના વ્યક્તિઓ પણ પીડાઈ રહ્યા હોય છે. જો આપના શરીરમાં યોગ્ય પ્રમાણમાં લોહીનું પ્રમાણ જળવાઈ નથી રહેતું તો આપને કેટલીક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. જેમ કે, ચક્કર આવવા, અનિદ્રા, જલ્દી થાકી જવું, શારીરિક નબળાઈ જેવી બીમારીનો શિકાર થવા લાગો છો. ઉપરાંત આપનું શરીર લોહીની ખામીના લીધે શરીર ફીકું પડી જાય છે. હવે અમે આપને જણાવીશું એવા જ કેટલાક સુપરફૂડ વિષે જેનું સેવન કરવાથી તેની અસર તાત્કાલિક આપને આપના શરીરમાં જોવા મળશે અને આપના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ વધી જશે.

બીટનું જ્યુસ.જો આપના શરીરમાં હિમોગ્લોબીન કે પછી લોહીની ઉણપનો અનુભવ થઈ રહ્યો છે તો આપે એક લીટર જેટલો બીટનું જ્યુસ લેવું. ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું મધ ભેળવીને સેવન કરો. આવી રીતે બીટના જ્યુસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી આપના શરીરમાં આર્યનની ઉણપ દુર કરવામાં મદદ કરે છે. ઉપરાંત આપે ગોળ અને સિંગને એકસાથે સેવન કરવાથી પણ શરીરને આર્યન ભરપુર પ્રમાણમાં મળી રહે છે.

આમળાનું જ્યુસ.આપના શરીરમાં લોહીની ખામીને દુર કરવા માટે આપ આમળાના જ્યુસમાં જાંબુનું જ્યુસ મિક્સ કરીને સેવન કરવાથી આપના શરીર માંથી લોહીની ખામી દુર થઈ જાય છે. ઉપરાંત જો આપ સતત એક અઠવાડિયા સુધી આમળા અને જાંબુના જ્યુસ મિક્સ કરીને સેવન કરશો તો આપના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધી જાય છે.

પાલકનો રસ.પાલક વિટામીન A, C, B-6, આર્યન, કેલ્શિયમ સહિત ભરપુર ફાઈબર મળી આવે છે. પાલકની ભાજીમાં રહેલા બધા પોષકતત્વો ઘણી જલ્દી જ આપના શરીરમાં લોહીની ખામીને દુર કરીને આપના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારી દે છે. ટામેટાનો રસ.ટામેટામાં ભરપુર પ્રમાણમાં લોહતત્વ મળી આવે છે જેના લીધે ટામેટાનો રંગ પણ લાલ હોય છે. લોહતત્વ શરીરમાં ઘટી જતા લોહીના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે. જો આપ કાચા ટામેટા કે પછી સલાડનું સેવન કરવું પસંદ નથી તો આપ ટામેટાનું સૂપ બનાવીને પણ પી શકો છો. ટામેટા આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને પૂર્ણ કરે છે.

મકાઈના દાણા.જો આપને શરીરમાં નબળાઈ લાગી રહી હોય કે પછી લોહીની ખામી વર્તાઈ રહી હોય તો આપે મકાઈના દાણાનું સેવન નિયમિતપણે કરશો તો આપના શરીરમાં લોહી જલ્દી બનવા લાગશે અને આપ જલ્દી જ સ્વસ્થ અનુભવ કરશો. સુકી દ્રાક્ષ.કિશમિશ એટલે કે સુકી દ્રાક્ષમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન, ફાઇબર અને આયર્ન હોય છે.100 ગ્રામ સુકી દ્રાક્ષમાંથી બાળકને 1.88 મિ.ગ્રા. આયર્ન મળે છે. તમે દરરોજ બાળકની મનપસંદ વાનગીમાં સુકી દ્રાક્ષ મિક્સ કરીને ખવડાવી શકો છો.

દાડમ.દાડમમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. દાડમ તમારા બાળક માટે સુપરફૂડનું કામ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું બાળક એનીમિયા ગ્રસ્ત ન હોય અથવા તેના શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા ઇચ્છો છો તો દરરોજ 200 ગ્રામ દાડમ ખાલી પેટ ખવડાવો. તમે બાળકને નાસ્તમાં એક ગ્લાસ દાડમનો જ્યુસ પણ આપી શકો છો.

તલ.તલ પણ એનીમિયાની સારવાર કરી શકે છે. ખાસકરીને કાળા તલ આયર્નનું ઉત્તમ સ્રોત હોય છે. બે કલાક માટે તલના બીજને પલાળવા મૂકી દો. હવે પાણીને ગાળી લો અને તલને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં મધ મિક્સ કરી લો. દિવસમાં બેવાર આ પેસ્ટનું સેવન બાળકને કરાવો. તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે તેમાં બદામ, કાજૂ અને સુકી દ્રાક્ષ પણ નાખી શકો છો.

હજુ શું કરવું જોઈએ.ખાવાનું શક્ય હોય તો દરરોજ લોંખડની કઢાઈમાં બનાવો. આમાં ખાવામાં આયર્નની માત્રા વધે છે.શું નહી કરવું જોઈએ.કોફી અને ગ્રીન ટી પીવાનું ટાળો. આનાથી શરીર માં આયર્ન પૂરી રીતે પાચન થતું નથી અને તેનાથી લોહીની કમી વધે છે. ખાસ જાણવા જેવું કે જેને પણ પોટેશિયમ વધુ રહેતું હોય તે આ પ્રયોગ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય લે.

લોહીને શુદ્ધ કરવાની આ રીત પણ છે બેસ્ટ.આયુર્વેદિક દાકતર મુજબ લોહીને સાફ કરવા માટે,આદુનો રસ અને તેમાં ૧ લીંબુનો રસ, કાળા મરી અને મીઠું મિક્ષ કરીને પીવાથી. રોજ ૧ આમળું ખાવાથી લોહી શુદ્ધ થાય છે.લસણમાં રહેલ એલિસિન થી લોહી શુદ્ધ થાય છે અને આને તમે તમારા ભોજન માં ઉપયોગ કરવાથી એનિમિયાથી બચાવ પણ થઇ શકે છે.