23 વર્ષની યુવતિના સ્તનનો વિકાસ અટકી ગયો હતો,એક્સપર્ટ પાસે જઈને પૂછ્યું તો એવી દવા જણાવી કે…..

0
1525

હું 25 વર્ષની અપરણિત યુવતિ છું. મારું શરીર તંદુરસ્ત છે. હું જ્યારે 11 વર્ષની હતી ત્યારે મારા સ્તનનો થોડો વિકાસ થયો હતો. તે પછી હજુ સુધી સ્તનનો વિકાસ થયો નથી. મારા સ્તન અન્ય છોકરીઓની સરખામણીએ ન કહેવા બરાબર છે. સ્તનમાં કોઈ જાતનો ઊભાર આવ્યો નથી. સ્તનનો ઊભાર આવે એ માટે કોઈ ઉપાય ખરો? શું મારા લગ્ન ન થવા માટે મારા સ્તન પણ કારણ બની શકે ? કોઈ કસરત કે પછી કોઈ માલિશ કરવા માટેનું એવું તેલ છે જેનાથી મારા સ્તન વિકસે અને સુડોળ બને. ઘણી વખત નિપલમાં દુખાવો પણ થાય છે. આ ઉપરાંત યોનિમાં પણ માસિક દરમિયાન ખંજવાળ જેવું રહે છે. મને યોગ્ય ઉપચાર બતાવવા વિનંતી.

જવાબઃ સ્તનના અવિકસિત રહેવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. તમારો વજન કે તમારું શરીર અવિકસિત હોય તો પણ એવું બની શકે છે. તમે તમારું વજન જણાવ્યું નથી. ઓછા વજન ધરાવતી યુવતિઓમાં સ્તનનો વિકાસ ઓછો અને ઉભાર ઓછો જોવા મળતો હોય છે. સ્તનના વિકાસ માટે કોઈ દવા કારગત નિવડશે નહીં. કોઈ ખાનગી જગ્યાઓએ જઈને સ્તન માલિશ માટે કોઈ તેલની ઝંઝટમાં પડતા નહીં. એ બધી છેતરામણી વસ્તુ છે. કોઈ દવાઓ કારગત થઈ જ નથી. તમને જો શરમ જેવું લાગતું હોય તો આજકાલ બજારમાં પેડેડ બ્રા મળે છે. તે પહેરી શકો છો. આ સિવાય ઘણાં પૈસે ટકે સુખી લોકો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો પ્રયોગ પણ કરે છે. પરંતુ તેની સલાહ નથી

બીજું કે તમને યોનિમાં ખંજવાળ આવવાની સમસ્યા છે, તમે અપરણિત છો એટલે તમારું યોનિપટલ અખંડ હોય ઈન્ફેક્શન થવાની સમસ્યા ઓછી છે. ઘણી વખત માસિક દરમિયાન યોનિની આસપાસના ભાગમાં ભીનાશ રહેવાને કારણે ફંગસ જેવું થઈ શકે છે. માસિક દરમિયાન પેડ પહેર્યા પછી બંને બાજુના ભાગે ટેલકમ પાઉડર છંટકાવથી આ જગ્યા કોરી રાખો. તમારે ગરમ પાણી, સાબુ કે ડેટોલનો ઉપયોગ બંધ કરવો જોઈએ. માસિક દરમિયાન સેનેટરી પેડ્સના ઉપયોગમાં પણ ધ્યાન રાખવું. તમારી તકલીફ દૂર કરવા માટે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.

હું 20 વર્ષની કોલેજમાં ભણતી યુવતિ છું. મારી સાથે ભણતા યુવકે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો પરંતુ મેં તેને ઠુકરાવી દીધો હતો. એ પછી તેણે મિત્ર તરીકે સબંધ રાખવા વિનંતી કરી હતી. જે મેં સ્વિકારી લીધી હતી. તે પછીથી અમે કોલેજ કેન્ટિન કે બગીચામાં સાથે બેસીને વાતો કરતા હતા. તે કોઈ જાતની છૂટછાટ પણ લેતો નહોતો. પરંતુ તે મારી સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે. જેને લીધે લોકો સમજે છે કે અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. લોકોને વાતો કરવાનો મોકો મળી રહ્યો છે અને મને બદનામ કરી રહ્યા છે. તો મારે હવે શું કરવું.

જવાબઃ અત્યારે જમાનામાં ઘણાં ચેન્જ આવી ગયા છે. એક સ્ત્રી અને પુરુષ મિત્ર હોય તે સામાન્ય વાત છે. પરંતુ લોકોને મોઢે ગળણા ન બાંધી શકાય. જો તમારે ખોટી અફવાઓથી અને બદનામીથી બચવું હોય તો આ યુવક સાથે હળવા મળવાનું બંધ કરી દો. ધીમે ધીમે મિત્રતા ઓછી કરી નાંખો, કદાચ બની શકે તમારો કહેવાતો મિત્ર પણ અન્ય લોકોને તમે એની સાથે પ્રેમમાં છો એવું કહેતો હોય. તેને આશા હોય કે મિત્રતામાંથી પ્રેમી બની જવાશે એ આશાએ તમારી પાછળ પાછળ ફરવા માટે મિત્રતાનું નામ આપ્યું હોય. જો તમને એ યુવક પસંદ નથી. તેની સાથે તમારે કોઈ જાતનો પ્રેમ જેવું નથી તો ભલાઈ એમાં જ છે કે તેને બોલાવી સ્પષ્ટતા કરીને મિત્રતાને પૂરી કરી દો. તે યુવક મિત્રતાના નામે તમારી સાથે રમત તો નથી રમતો ને. તેને ઊંડે ઊંડે એવી આશા હોય કે મિત્રતામાંથી આ સંબંધ પ્રેમ સુધી પહોંચાડી દઈશ.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ:તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ;હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.

જવાબ:લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.

સવાલ:આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે. લમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવાર ના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે. આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.

આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.