2100 રૂપિયા માં આ વસ્તુ ખરીદીને લાવ્યો આ વ્યક્તિ,પણ અચાનક એવું થયું કે બની ગયો 368 કરોડ રૂપિયાનો માલીક..

0
275

કોનું નસીબ ક્યારે ચમકશે તે કંઈ કહી શકાય નહીં આવો જ એક મોટો ચમત્કાર અમેરિકાના એક વ્યક્તિ સાથે થયો છે તેણે 2100 રૂપિયા આપીને એક વસ્તુ ખરીદી અને બાદમાં તેને ખબર પડી કે તેણે જે વસ્તુ માટે 2100 રૂપિયા આપ્યા છે તેની ખરી કિંમત લાખો કરોડો નહીં પણ અબજો રૂપિયામાં છે.

અમેરિકામાં જેની સાથે આ ઘટના બની તે વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી તે વ્યક્તિએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે કારણ કે તે અચાનક જ અબજોપતિ બની ગયો છે તમને જણાવી દઈએ કે એક અમેરિકન વ્યક્તિ હાલમાં જ એક આર્ટવર્ક ખરીદીને ઘરે લાવ્યો હતો અને તેણે તેના માટે 2100 રૂપિયા ચૂકવ્યા હતા જો કે તેની વાસ્તવિક કિંમત જાણીને તેને આશ્ચર્ય થયું આ આર્ટવર્કની કિંમત 368 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

જેની સાથે આ મહાન ચમત્કાર થયો છે તે અમેરિકાના મેસેચ્યુસેટ્સનો રહેવાસી છે તેણે પોતાનું નામ આપ્યું નથી તાજેતરમાં તેણે આર્ટવર્ક સેલમાંથી માતા-બાળકનો સ્કેચ ખરીદ્યો હતો જેની કિંમત માત્ર 2100 રૂપિયા હતી અને તેણે 2100 રૂપિયા આપ્યા અને તે તસવીર ઘરે લાવ્યો જોકે પાછળથી આ જ તસવીરે તેને પળવારમાં અબજોપતિ બનાવી દીધો.

અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે વ્યક્તિએ આ સ્કેચ ખરીદ્યો ત્યારે તેને બિલકુલ ખ્યાલ નહોતો કે તે જે ચિત્ર ખરીદી રહ્યો છે તેની મૂળ કિંમત અને તે જે કિંમત ચૂકવી રહ્યો છે તેનાથી અનેક ગણી વધારે છે અને તે ખૂબ જ મૂલ્યવાન ચિત્ર છે રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે આ તસવીર વર્ષો જૂની છે અને સંપૂર્ણ ઓરિજિનલ છે.

15મી સદીનું સ્કેચ.હવે તમે વિચારી રહ્યા હશો કે આ સ્કેચમાં એવું શું ખાસ છે કે તેની કિંમત 368 કરોડ રૂપિયા આંકવામાં આવી છે તો સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે આ સ્કેચ આજના સમયનો નથી થોડા વર્ષો અથવા થોડા દાયકાઓ પહેલાનો છે પરંતુ 15મી સદીનો છે તેને બનાવનાર વ્યક્તિનું નામ આલ્બ્રેક્ટ ડ્યુરેર છે આ એક જર્મન કલાકારની મૂળ આર્ટવર્ક છે.

2016 માં આર્કિટેક્ટ જીન-પોલ કાર્લહેનના પરિવારે વેચી દીધું.જ્યારે આર્ટવર્ક એક્સપર્ટે આ તસવીરના સંબંધમાં સર્ચ કર્યું તો એવું પણ જાણવા મળ્યું કે આ તસવીરને વર્ષ 2016માં દિવંગત આર્કિટેક્ટ જીન-પોલ કાર્લહેઈનના પરિવાર દ્વારા વેચવામાં આવી હતી ચોંકાવનારી વાત આ રહી છે તેને વેચનાર જીન-પોલ કાર્લહેનના પરિવારના સભ્યો પણ તેની વાસ્તવિક કિંમતથી વાકેફ ન હતા આ બાબત વિશે એક આર્ટ કલેક્ટર ક્લિફોર્ડ શોરરે કહ્યું છે કે જ્યારે મેં આલ્બ્રેક્ટ ડ્યુરેરની આર્ટવર્ક જોઈ ત્યારે તે અવિશ્વસનીય ક્ષણ હતી તે કલાનો ઉત્તમ નમૂનો હતો.