કરો બે માટલાનો અધભૂત પ્રયોગ, ઘર માં આવશે પૈસા જ પૈસા જાણો આ પ્રયોગ વિશે

0
190

આપણે પૈસા ખુબજ કમાતા હોઈ છે પણ બધાની એક જ વાત છે કે પૈસા ટકતા નથી તો ચાલો આજે એક એવા જ દુર્લભ પ્રયોગ વિશે જાણીશું.

બચતઃ

પૈસા કમાવવા સરળ નથી પરંતુ પૈસા કમાવવા કરતા પણ મુશ્કેલ છે કમાયેલા ધનની બચત કરવી. મોટાભાગના લોકોને ઘરમાં આ જ સમસ્યા હોય છે કે પૈસા આવે તો છે પણ કોઈને કોઈ રીતે ખર્ચ થઈ જાય છે. જો થોડી બચત થાય તો પણ અચાનક એવા ખર્ચા કે જરૂરિયાત ઊભી થઈ જાય છે કે બચાવેલા પૈસા ખર્ચ થઈ જાય છે.

માટલાનો ઉપાયઃ

ધન કમાવવું અને બચાવવું બંને વ્યક્તિની ક્ષમતા પર જ નિર્ભ કરે છે પરંતુ શાસ્ત્રોમાં એવા કેટલાંક ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી તમે ધનની સારી બચત કરી શકશો. એમાંથી એક છે માટલાનો પ્રયોગ. આ ઉપાયની તમને તરત જ અસર થતી દેખાશે અને તમારા ઘરે ધનની બચત તો થશે જ પણ સાથે સાથે ક્યારેય ધનની ખોટ નહિ પડે.

માટલાનો પ્રયોગઃ

માટીના બે માટલા લો. તેને ઢાંકવા માટે માટલાની જ સાઈઝના માટીના બે ઢાંકણા લો. સવા કિલો આખા મગ અથવા સવા કિલો દેશી નમક લો. આ ઉપરાંત પ્લાસ્ટિકનો દોરો, સફેદ રંગની પ્લાસ્ટિકની બે થેલીઓ લો. બધો સામાન એક જ જગ્યાએ એકઠો કરીને એક માટલામાં આખા મગ ભરો તો બીજામાં નમક.
બંને માટલાને માટીના ઢાંકણથી ઝાંકીને તેના પર પ્લાસ્ટિકની થેલીઓ લગાવી થેલીને પ્લાસ્ટિકના દોરાથી બાંધી દો. આમ કરવાથી માટલુ થોડુ ડગમગશે તો પણ તેની અંદર રાખેલી ચીજો બહાર નહિ પડે.

માટલાનો પ્રયોગઃ

તમે જે દિવસે આ પ્રયોગ કરો એ દિવસે માટલા પર તારીખ લખી રાખો. આ માટલાને એવી જગ્યાએ રાખી દો જેથી કોઈ તે જોઈ ન શકે. તમે તેને કોઈ અંધારી જગ્યાએ, કબાટની પાછળ, બાથરૂમમાં કમોડની પાછળ પણ રાખી શકો છો. આ તારીખ યાદ રાખો.

માટલાનો પ્રયોગઃ

આ માટલાને ત્રણ મહિના આ જ રીતે રહેવા દો. ત્રણ મહિના પછી નમક વાળા માટલાને નદી કે જળસ્રોતમાં વહાવી દો. અથવા તો શાંત જગ્યાએ માટી નીચે દબાવી દો. બીજા માટલામાંથી મગ કાઢીને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આગલા દિવસે આ દાણા પક્ષીઓને નાંખી દો.

માટલાનો પ્રયોગઃ

આ જ રીતે ફરી બીજી વાર આવા માટલા બનાવો અને તેને રાખી મૂકો. આ માટલા જ્યાં સુધી તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં ક્યારેય ધનની અછત નહિ થાય. આવકના નવા સ્રોત ખૂલશે અને ઘરે આવેલ ધન પણ તમે બચાવી શકશો.