ઝડપી પ્રેગ્નેન્ટ થવું હોય તો મહિલાએ ક્યારેયનાં કરવી જોઈએ આ ભૂલો, અત્યારેજ જાણીલો…

0
252

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલની સ્ત્રીઓ ઝડપથી પ્રેગ્નન્સી થાવા માંગે છે, તે સ્ત્રીઓ અમુક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. તો આજે અમે તમને પ્રેગ્નન્સી ઇચ્છતી સ્ત્રી ઓ કઈ વાતો નું ધ્યાન રાખવું અને પ્રેગ્નન્સી દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું. તો ચાલો જાણીએ તેના વિશે.કોઈ પણ સ્ત્રી લગ્ન કરે ત્યારે તેની મહેચ્છા હોય છે કે તેનું બાળક હોય અને તે એક પત્નીની સાથે માતા પણ બને. જોકે આજના સમયમાં કરિયર સાથે જોડાયેલી યુવતીઓ મોડા લગ્ન કરે છે અને તેમને ફર્ટિલિટી પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. પરંતુ જે યુવતીઓ માતા બનવા માંગે છે તેઓ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો જલદીથી માતા બની શકે છે. જે યુવતીઓ ઝડપથી માતા બનવા માંગે છે તેમણે કેટલીક પ્રાથમિક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે હેલ્ધી ખોરાક અને લાઇફ સ્ટાઇલ જો તમે ઝડપથી કન્સીવ કરવા માંગતા હો તો સૌ પ્રથમ તો તમારે ડોક્ટરની જ મુલાકાત લેવી જોઈએ મોટા ભાગની સ્ત્રીઓ કંસીવ કરે ત્યારે અથવા તો લાંબા સમય સુધી કન્સીવ ન કરી શકે ત્યારે જ ડોક્ટરની મુલાકાત લે છે, પરંતુ આમ ન કરવું જોઈએ.

તમે કંસીવ કરવા માંગો તે પહેલા જ ડોક્ટરની મુલાકાત લો અને તમારું શારિરીક સ્વાસ્થય કેવું છે તે અંગે ડોક્ટર પાસેથી માહિતી મેળવી. ડોક્ટર જો ઓલ વેલનો રિપોર્ટ આપે તો વાત આવે છે હેલ્ધી ખાણીપીણીની. તો તમે રેષાયુક્ત આહારથી શરૂઆત કરો. કોબી, પાલક ઉપરાંત આખા ધાન્ય મલ્ટિગ્રેઇન બ્રેડ, લીલા શાકભાજી તમામ પ્રકારનો સંતુલિત આહાર લેવાનું શરૂ કરવું જોઈએ.

તેમજ વિટામીન સી યુક્ત આહાર જેમ કે નારંગી, મોસબી, આંબળા નિયમિત લેવા જોઈએ તેનાથી માસિક નિયમિત રહે છે અને પ્રેગ્નન્સી રાખવામાં મદદ થાય છે. ફણગાવેલા કઠોળને પણ આહારમાં નિયમિત પ્રમાણમાં સામેલ કરો.સાથે જ હળદર ઉપરાંત સૂકો મવો પણ નિયમિત થોડ઼ો થોડો લેવો જેથી તમારું સ્વાસ્થ્ય જળવાય અને શરીર સ્વસ્થ રહે. આ તમામ નાની નાની બાબતો તમને કન્સીવ કરવામાં તેમજ સ્ફુર્તિભર્યા રાખવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન રાખો એટલું ધ્યાન રાખો. માતા અને શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સમગ્ર વિશ્વભરમાં એ જ અનુભવ છે કે જ્યાં પણ નિયમિત તપાસ (એન્ટીનેટલ કેર) અને દેખભાળની સુવિધાઓ છે ત્યાં માતાનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે તેમ જ શિશુ પણ સારા અને સ્વસ્થ રહે છે. જ્યાં તપાસ નથી થતી ત્યાં શિશુ અને માતામાં કોમ્પ્લિકેશન્સ તેમ જ મૃત્યુ દર વધારે હોય છે. ગર્ભાવસ્થા લગભગ નવ મહિના અને સાત દિવસ (280 દિવસ)ની હોય છે. આ સમયગાળા દરમિયાન નાની-મોટી તકલીફ રહેવી સામાન્ય વાત છે અને તેની ઉપર અનેક વિષય ઉપર સલાહ, માર્ગદર્શન, ઈલાજ, નિયમિત તપાસ લેવી જરૂરી હોય છે.

સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ પોતાની તથા પોતાના ગર્ભમાં આકાર લઈ રહેલા બાળકની કાળજી લેવી જરૂરી છે. કાળજી લેવાનો અર્થ બિલકુલ એવો નથી કે ગર્ભ ધારણ થતાં જ મહિલા કામ ઓછું કરી દે અને આરામ કરવા લાગે અથવા ખાઉધરાની જેમ પૌષ્ટિક ખોરાક ખાવા લાગે. એમ કરવાથી તો ગર્ભમાં ઉછરી રહેલા બાળકને લાભ થવાને બદલે નુકસાન થાય છે. મહિલાએ ખરેખર શી રીતે સંભાળ લેવી તે અંગે કેટલાંક સૂચનો અહીં કર્યાં છે.

જ્યારે પતિ-પત્નીને જાણ થાય કે તેમના ઘરે સંતાન આવવાનું છે કે તરત એમણે ગર્ભવતી મહિલાનો ખોરાક તથા કસરત અને આરામનો ક્રમ સમજી લેવાં જોઈએ. સૌથી પહેલાં તો ગર્ભ રહ્યાની ખબર પડતાં તેઓએ તેમની નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ માતા અને બાળક માટે રક્ષણકાર્ડ (મધર એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન કાર્ડ) મેળવી લેવું.

તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતમાં ગર્ભધારણ કરનાર અને પ્રસવ પાર કરનાર ૭૫% મહિલાઓમાં લોહીની ઓછપ (ખોટ) હોય છે. તેને એનિમિક કહેવામાં આવે છે. મોટા ભાગની વસતી ગરીબ હોવાથી એમને પૂરતું પોષણ મળતું હોતું નથી. બીજું કારણ પોષક ખોરાકની સમજણનો અભાવ પણ હોય છે. પોષણના અભાવે માતાઓમાં સગર્ભાવસ્થા દરમિયાન વધવું જોઈએ એના કરતાં ઓછું વજન વધે છે.

માતાનું વજન ઓછું વધે એનો અર્થ એ છે કે તેને પૂરતું પોષણ મળતું નથી. જો મહિલાને પૂરતું પોષણ ન મળતું હોય તો એના ગર્ભાશયમાં ઉછરી રહેલા ગર્ભને પણ પોષણ ઓછું જ મળે! સરવાળે ગર્ભમાં ઉછરતા બાળકનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. આના કારણે ગર્ભાશયમાં વિકસી રહેલું બાળક નબળું, ઓછા વજનનું અથવા જન્મજાત કોઈ ખામી ધરાવતું જન્મવાનું જોખમ સતત રહે છે. પ્રસવમાં મહિલાને વધારે પડતો શ્રમ અને અગવડ ભોગવવાં પડે છે. ખામીવાળું બાળક જન્મે તો માતા-પિતા હતાશા અનુભવે છે.

એ માટે સગર્ભાએ પોતાની અને પોતાના ગર્ભમાં વિકસી રહેલા બાળકના વિકાસ માટે જરૂરી પોષણ, જરૂરિયાત બરાબર જાણી લેવી જોઈએ. એ માટે આંગણવાડીમાંથી માર્ગદર્શન મેળવી શકાય, સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાંથી માર્ગદર્શન મેળવી શકાય અથવા સરકારી કે ખાનગી પ્રસૂતિગૃહના ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવી શકાય.સામાન્ય રીતે મહિલાએ ગર્ભવતી હોય ત્યારે પોતાનાં નિયમિત કરવામાં આવતાં રોજેરોજનાં કામ ચાલુ રાખવાં જોઈએ. ખૂબ ભારે કસરતો બંધ કરવી જોઈએ, પરંતુ મધ્યમ તથા હળવી કસરતો જરૂર ચાલુ રાખવી જોઈએ. હેમામાલિનીએ પોતાના ગર્ભાવસ્થાના અનુભવ વિશે જણાવ્યું હતું કે તેણે આઠમા મહિના સુધી શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેથી પ્રસવ ખૂબ સરળતાથી કુદરતી રીતે થઈ ગયો અને બાળક ખૂબ જ સ્વસ્થ જન્મ્યું.

ગર્ભાવસ્થામાં મહિલાના શરીરમાં રિલેક્સિન નામના હોર્મોનનો સ્રાવ થાય છે. એ હાડકાંના સાંધા અને નરમ સ્નાયુઓને વધુ નરમ બનાવે છે. આ ગોઠવણ એટલા માટે છે કે પ્રસવ વખતે સ્નાયુઓ વધુમાં વધુ ખેંચાઈ શકે અને પ્રસવ સરળતાથી થઈ શકે. ગર્ભાવસ્થા દરમિયાન વધારે પડતો આરામ ન કરો એ જ રીતે વધારે પડતું કામ પણ ન કરો. ટૂંકમાં, નિયમિત જીવન ચાલુ રાખો. તમે રોજ જેટલો શ્રમ કરતા હોવ એટલો ચાલુ રાખો. અને હા, બધું પોતાની રીતે કરવાને બદલે ગાયનેક ડોક્ટરની સલાહ અચૂક લેતા રહો.

સગર્ભાવસ્થા દરમિયાન, એ વાતની તકેદારી રાખો કે સગર્ભા માતાને યોગ્ય ભોજન યોગ્ય સમયે મળી રહે. તેને ભોજનનો વધારાનો ભાગ મળવો જોઈએ, સામાન્ય કરતાં આશરે ત્રીજો ભાગ વધારે. સગર્ભા માતાને દિવસ દરમિયાન ઓછામાં ઓછા બે કલાકનો આરામ મળવો જોઈએ. અને રાત્રે તેણે આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. વળી, ઘરમાં ખુશખુશાલ વાતાવરણ પણ હોવું જોઈએ.