114 વર્ષ પહેલાં આવું દેખાતું હતું અંબાજી મંદિર,જોવો આજ થી વર્ષો પહેલાની ખાસ તસવીરો,ભાગ્યેજ જ જોવા મળશે…..

0
468

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાતના સુપ્રશિદ્ધ અંબાજી મંદીર વિશે ગુજરાતનું અંબાજી મંદિર ખૂબ પ્રાચીન છે અને મા અંબા ભવાનીની શક્તિપીઠોમાંની એક છે માતાના ભક્તો માટે આ મંદિર પ્રત્યે અપાર આદરણીય શ્રધા છે તેમજ આ મંદિરના ગર્ભગૃહમાં માતાની કોઈ પ્રતિમા સ્થાપિત નથી. આ મંદિર શક્તિના ઉપાસકો માટે ખૂબ મહત્વ ધરાવે છે.

મિત્રો અહીં માતાની શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવી છે અને આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવ્યો છે કે કોઈએ જોવું જોઈએ કે માતા અંબે અહીં એક વાસ્તવિક બિરાજે છે અને આ અંબાજી મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો મુંડન સમારોહ અહીં કરવામાં આવ્યો હતો અને તે જ સમયે ભગવાન રામ પણ શક્તિની પૂજા કરવા અહીં આવ્યા હતા.મિત્રો મા અંબાજી મંદિર ગુજરાત-રાજસ્થાન સરહદ પર સ્થિત છે.

અને આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તેમજ આ મંદિરના નવીનીકરણનું કામ 1975 માં શરૂ થયું હતું અને આજ સુધી ચાલુ છે સફેદ આરસપહાણમાં બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે તેમજ આ મંદિરનો શિખર એકસો ત્રણ ફૂટ ઉંચો છે અને શિખર પર 358 સુવર્ણ કળા છે મિત્રો અંબાજી મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર એક પર્વત છે જેને ગબ્બર કહેવામાં આવે છે અને આ પર્વત પર માતા દેવીનું પ્રાચીન મંદિર પણ સ્થાપિત થયેલ છે અને એવું માનવામાં આવે છે.

કે માતાના પગલે એક પત્થર બનાવવામાં આવે છે અને આ પગનાં નિશાનની સાથે માતાનો રથ પણ બનાવવામાં આવે છે. અંબાજીની મુલાકાત લીધા પછી, ભક્તો ચોક્કસપણે ગબ્બર જાય છે અને દર વર્ષે ભાદ્રપદી પૂર્ણિમા નિમિત્તે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે અને આ ભદ્રપદી પૂર્ણિમા પર આ મંદિરમાં ભેગા થતા ભક્તો નજીકમાં આવેલા ગબ્બરગ ગઢ નામની પર્વતમાળાની પણ મુલાકાત લે છે જે આ મંદિરથી બે માઇલ પશ્ચિમે સ્થિત છે.

અને અહીં દર મહિને પૂર્ણિમા અને અષ્ટમીની તારીખે માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અહીં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે.મિત્રો અંબાજી ભારતમાં ગુજરાતનું એક માત્ર પ્રસિદ્ધ યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં,આબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદી ની ઉત્તરે, આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે.

અંબિકા જંગલ, આશરે 480 મીટરની ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ અર્વાલ્લીની જૂની ટેકરીઓ તરફ, દરિયાની સપાટીથી આશરે 1600 ફૂટ ઊંચો છે આદ્યાત્મીક શક્તિનું મુખ્ય કેન્દ્ર 8.33 ચો.કિ.મી. (૫ ચો.મી. વિસ્તાર) ભારતમાં (૫૧) પ્રાચીન શક્તિ પીઠ આવેલ છે તે 51 શક્તિ પીઠો પૈકીનું એક છે અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી.

185 કિ.મી ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક કાદીયડ્રાથી 50 કિ.મી.ના અંતરે આવેલું છે.પ્રાચિન 51 શક્તિપીઠોમાંથી એક અંબાજી મંદિર વિશે કહેવામાં આવે છે કે અહીં ભગવાન કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. વળી ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવ્યા હતા. મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર ના અંતરે ગબ્બર નામના પહાડ આવેલો છે જ્યાં માતાના પદ્મચિન્હ બનેલા છે.

મિત્રો આવો જાણીએ આરાસુર અંબાજીના મંદિર સાથે જોડાયેલ આ પૌરાણિક કથા વિશે ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું. સૃષ્ટિનાં દરેક મોટા માથાંઓને આમંત્રણ હતું પણ પોતાના સગા જમાઈ એવા શિવજીને આમંત્રણ નહોતું. તો પણ પિયરમાં ઉત્સવ હતો એટલે સતી તો ગયાં. યજ્ઞમાં સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને એવી અપમાનજનક હરકતો કરી, કે સતીને હાડોહાડ લાગી આવ્યું અને એ જ વખતે તેઓ યજ્ઞના હવનકુંડમાં કૂદી પડ્યાં.

શિવજીને આ વાતની ખબર પડી અને તેમનો ગુસ્સો સાતે આસમાન ભેદી ગયો. પોતાના ત્રિશૂળ વડે તેમણે દક્ષ પ્રજાપતિનો શિરચ્છેદ કર્યો અને સતીનો મૃતદેહ ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું. એક બાજુ સતીના વિષાદમાં કાળઝાળ બનેલા શિવ અને બીજી બાજુ શિવજીના તાંડવથી પડુંપડું થતાં ત્રણે લોક! શિવજીનો આ નાટારંભ વધારે ચાલે તો સ્વાભાવિક રીતે કશું બચવાનું નહોતું. આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદભંગ કરવાને સુદર્શન ચક્ર છોડ્યું, જેણે સતીના દેહના ૫૧ ટૂકડા કર્યા.

આ ૫૧ ટૂકડાઓ ભારતના વિવિધ ભાગોમાં પડ્યા, એ ભાગો અતિ પવિત્ર શક્તિપીઠ સ્થાનકો તરીકે ઓળખાયા સતીના દેહનો હ્રદયનો ભાગ જે સ્થાનક પર પડ્યો તે એટલે અંબાજી મિત્રો તમને જણાવી દઇએ કે અંબાજીનું મંદિર લગભગ બારસો વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. મંદિરની સુંદર કોતરણી અને ઉત્કૃષ્ટ કારીગરીયુક્ત સુવર્ણશોભિત શિખર યાત્રાળુ ઓમાં માતાના દરબારમાં આવ્યાનો અહોભાવ જાગ્રત કર્યા વગર રહેતાં નથી. મંદિરથી થોડે દૂર આરસપહાણ જડિત ચાચરચોક આવેલો છે, જેનો ઉલ્લેખ આપણા ગરબાઓમાં ને લોકગીતોમાં થતો જ રહે છે.

મિત્રો અંબાજીના દર્શન કર્યાં હશે તો તમને ખ્યાલ હશે કે અંદર માતાજીની મૂર્તિ રહેલી છે. પણ આ ખ્યાલ ખોટો છે ખરેખર તો મંદિરના ગર્ભગૃહમાં આવેલું મુખ્ય સ્થાન માતાજીની મૂર્તિ ધરાવતું નથી, પણ શ્રી વીસાયંત્ર.કહેવાતું એક યંત્ર છે; જેનો એવી રીતે શણગાર કરવામાં આવે છે કે તમને અહીં મૂર્તિ હોવાનો અનુભવ થાય! આ યંત્રની અહીં પૂજા થાય છે. યંત્ર ઉપર કુલ ૫૧ અક્ષરો કોતરાયેલા છે, જે આર્યાવર્તમાં આવેલી ૫૧ શક્તિપીઠોને દર્શાવે છે કહેવાય છે, કે મંદિરના પૂજારી પણ આ યંત્રને આંખે જોઈ શકતા ન હોઈ હંમેશા આંખે પાટા બાંધીને તેમની પૂજા કરવામાં આવે છે.

મિત્રો હાલ અંબાજી બનાસકાંઠાના દાંતામાં બિરાજમાન છે પણ કહેવાય છે કે વર્ષો પૂર્વે તેઓનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મા હતું. કથા એવી છે કે દાંતાના રાજવી જશરાજજી નિયમિત માતાજીના દર્શને ખેડબ્રહ્મા જતા અને માતાજીને પોતાની ધરતીમાં આવવા કાલાવાલા કરતા. એ વખત અંબાજી પ્રસન્ન થયાં અને રાણા જશાજી ની સાથે આવવા માંડ્યાં એ શરતે કે રાણાએ પાછું વળી જોવું નહી આરાસુરનો ડૂંગરો આવ્યો અને પાછળ ચાલતા માતાજીએ રાણાની પરીક્ષા કરવા પોતાના ચાલવાથી થતા ઝાંઝરનાદ બંધ કર્યા. રાણાએ આખરે પાછું વળીને જોઈ લીધું અને અંબાજી એ જ સ્થાને આરાસુરમાં બિરાજમાન થયાં હતા.

મિત્રો આમ તો દર પૂનમે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે પણ ભાદરવી પૂનમના ચાર દિવસની તો જાણે મૂકીને વાત કરો! માનવોનો રીતસર મહેરામણ ઉમટે છે. એ ઉપરાંત નવરાત્રી દરમિયાન અને પોષ મહિનાની પૂનમ કે જે અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે અહીઁ યાત્રાળુ ઓની ભીડ હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં પણ અહીઁ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને આદિવાસી મેળો યોજાય છે તો આવી છે જગજનની માતા અંબાની વાત.