ઓમિક્રોને વધારી ચિંતા, 1 મહિનામાં થઇ શકે છે 84 હજાર લોકોના મોત ! હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો..

0
184

કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોને દુનિયભરના દેશની ચિંતા ફરી એક વખત વધારી દીધી છે. 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં 25 લાખ 874 દર્દી સંક્રમિત મળ્યા છે. સૌથી વધુ ચિંતા અમેરિકામાં વધી રહેલા કેસને લઈને છે. અહીં અત્યાર સુધીમાં 7 લાખ 04 હજાર 661 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો 1,802 લોકોના મોત નિપજ્યા છે. ગત દિવસોમાં 94,108 દર્દીઓ સ્વસ્થ થયા હતા. અમેરિકામાં કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે ન માત્ર સંક્ર્મણના કેસ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે પરંતુ હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ રહી છે. આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બને તેવી દહેશત છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકનો માટે હવે આ વાયરસથી પોતાને બચાવવું મુશ્કેલ બની રહ્યું છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટી સાન ફ્રાન્સિસ્કોના મેડિકલ વિભાગના અધ્યક્ષ ડૉ. રોબર્ટ વોચરે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે આપણે બધા પાસે ઓમિક્રોન હશે. આ માટે આપણે પ્રયત્ન કરવો પડશે.તેણે કહ્યું, એવી સંભાવના છે કે ‘આવતો મહિનો ભયંકર બનવાનો છે.’ પરંતુ તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિએ માની લેવું જોઈએ કે તે વાયરસથી સંક્રમિત થશે. તેમણે બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલી ઓમિક્રોનની સ્થિતિ નો ઉલ્લેખ કરીને આ માહિતી આપી છે. વોચરે કહ્યું, ‘એક મહિનામાં અથવા છથી આઠ અઠવાડિયામાં કંઈપણ શોધવું મુશ્કેલ છે, પરંતુ જો આપણે બ્રિટન અને દક્ષિણ આફ્રિકાની પેટર્ન જોઈએ તો ત્યાં હવે કેસ ઓછા થઈ રહ્યા છે.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને બુધવારે એક આગાહી કરીને કહ્યું કે આગામી ચાર અઠવાડિયામાં અમેરિકામાં 84,000 થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામી શકે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પર આધારિત આગાહીનો અર્થ એ છે કે દરરોજ સરેરાશ 3,526 કોવિડ મૃત્યુ નોંધવામાં આવી શકે છે, જે વર્તમાન સરેરાશ 1,251 થી વધુ છે. ડેટા અનુસાર, કોવિડ-19થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 832,148 લોકોના મોત થયા છે અને લગભગ 57.8 મિલિયન લોકો યુએસમાં સંક્રમિત થયા છે. રેકોર્ડ સ્તરે કેસોની સંખ્યાને કારણે અમેરિકામાં હોસ્પિટલો પર બોજ વધી રહ્યો છે.

સ્ટાફની અછતને કારણે આ સમસ્યા વકરી રહી છે. અમેરિકામાં વાયરસથી સંક્રમિત વયસ્કો અને બાળકોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારની ન્યૂઝ કોન્ફરન્સમાં હાજરી આપનારા એક ડઝનથી વધુ ડોકટરોએ જણાવ્યું હતું કે કેન્સાસ સિટી મેટ્રો વિસ્તારમાં ઘણા કામદારો COVID-19 થી ચેપગ્રસ્ત થયા હતા. જેના કારણે કેટલીક સર્જરીઓ મુલતવી રાખવામાં આવી હતી અમેરિકાના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.માત્ર બે દિવસ પહેલા જ અહીં રેકોર્ડ સંખ્યામાં 10 લાખથી વધુ કેસ નોંધાયા છે.આશ્ચર્યની વાત એ છે કે રસી લગાવવામાં આવેલા ઘણા લોકો પણ વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે.

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ મુજબ દેશમાં દેશમાં ઘણા લોકોમાં લોંગ કોવિડ મળ્યો છે. લોંગ કોવિડના લક્ષણ 4 સપ્તાહ કે તેનાથી વધારે સમય રહે છે.સર્વે મુજબ દેશના 2% (13 લાખ)માં ડિસેમ્બરની શરૂઆતમાં લોંગ કોવિડ જોવા મળ્યો હતો.તેમાંથી 70% એટલે કે 8.92 લાખ લોકોમાં આ લક્ષણ ઓછામાં ઓછા 3 મહિનાથી હતા. જ્યારે 40% વસતી એટલે કે 5.06 લાખ લોકોમાં આ લક્ષણો એક વર્ષથી હતા. બ્રિટનમાં બુધવારે 1.94 લાખ કેસ નોંધાયા હતા અને 343 લોકોના મોત થયા હતા.