એકથી ત્રણ વર્ષના બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ, ફેંકો નહીં આ રીતે પીવડાવો..

0
152

જો આપને રસોડાના એક એવા ઇન્ગ્રીડીએટસ ની વાત કરીએ જેના સિવાય આપણું ખાવાનું અધૂરું છે અને તે દરેક ઘરના રસોડામાંથી મળી જશે તો તમારા મગજમાં એક નામ જરૂર આવશે અને તે છે ચોખા, જો તમે એકલા રહો છો તો કદાચ ચોખા તે ઇન્ગ્રીડીએટસ જેવા જ બનાવવા ખુબ જ સરળ છે, બસ તેને પાણીમાં નાખો, ઉકાળો અને થઇ ગયું તમારું ખાવાનું તૈયાર. તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચોખા ના ઘણા ફાયદાઓ વિષે તો સાંભળ્યું જ હશે.આજના સમયમાં દરેક ભોજન માં ચોખા ખાવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેય તમે તમારા ચોખાના ગરમા ગરમ પાણીનું સેવન કર્યું છે જેને લોકો ઓસામણ ના નામથી ઓળખે છે.

શું તમે જાણો છો કે ઉકળેલા ચોખાનું પાણી આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.મોટાભાગના ઘરોમાં દિવસમાં એક વખત લંચ કે ડિનરમાં ભાત બને જ છે. તો કેટલાક લોકોને ભાત એટલા પસંદ હોય છે કે તેઓ સવારે અને રાત્રે બંને સમય રાઈસ ખાય છે. આમ તો આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે ઘણાં લોકો ભાત પ્રેશર કૂકરમાં પણ બનાવે છે. પણ જો તમારા ઘરમાં એકથી ત્રણ વર્ષનું બાળક છે તો તમારે ભાત કોઈ પેનમાં ખુલ્લા રાંધવા જોઈએ, જેથી ભાતનું ઓસામણ કાઢી શકાય. હવે તમે વિચારતા હશો કે આવું શા માટે, તો જણાવી દઈએ કે ચોખાનું ઓસામણ બાળકો માટે કોઈ વરદાનથી ઓછું નથી.

ચોખાનું ઓસામણ વિટામીન બી,સી,ઈ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.આ જ કારણ છે કે આ બાળકો માટે વિવિધ કારણોસર ફાયદાકારક છે.તો આવો તમને ચોખાના ઓસામણના ફાયદા વિશે જણાવીએ જેથી તમે પણ ભાત કૂકરને બદલે પેનમાં બનાવવા લાગશો.ભાતનું ઓસામણ બાળકોને પીવડાવવાથી બોડીમાં એનર્જી આવે છે.ચોખાના પાણીમાં પ્રોટીન મિનરલ્સ,કાર્બોહાઈડ્રેટ અને એમીનો એસિડ જેવા તત્વો હાજર હોય છે. તે બાળકોને પીવડાવવાથી તેમના શરીરમાં પોષક તત્વો પહોંચે છે,જે એનર્જી વધારવામાં મદદ કરે છે.

ડિહાઈડ્રેશનથી બચાવે છે.ચોખાનું ઓસામણ બાળકોને ડિહાઈડ્રેશન થવાથી બચાવે છે.વાસ્તવમાં જ્યારે બાળક જમવાનું શરુ કરે છે તો તેના શરીરમાં પાણી પણ પર્યાપ્ત માત્રમાં હોવું જોઈએ.ઘણી વખત બાળકો પાણી પીવાની ના પાડે છે તો એવામાં તમે બાળકને ચોખાનું પાણી પીવડાવી શકો છો.ડાયેરિયાની સમસ્યાથી બચાવે છે.બાળકોના પેટમાં દુખાવો અને ડાયેરિયા જેવી મુશ્કેલીઓ રહેતી હોય છે.બાળકોના શરીરમાં પાણીની ઉણપ ન થાય એ માટે તમે તેમને ભાતનું ઓસામણ પીવડાવી શકો છો.તેનાથી ડાયરિયાની સમસ્યા દૂર થશે.

આ રીતે તૈયાર કરો ઓસામણ.ઓસામણ તૈયાર કરવા માટે તમે કોઈ પેનમાં ચોખા લો અને તેમાં પાણી નાખીને રાંધવા મૂકો. પછી જ્યારે ભાત રંધાઈ જાય તો તેનું પાણી અલગ કાઢીને કોઈ વાસણમાં મૂકી દો, ઓસામણ તૈયાર છે. હવે તે થોડું ઠંડું થાય ત્યારે તેમાં મીઠું કે ખાંડ મિક્સ કરીને બાળકોને પીવડાવો.

ત્વચાને ચમકદાર બનાવે.ત્વચાની ચમક વધારવા માટે ચોખાના પાણી નો ઉપયોગ કરી શકાય છે. તમારે નુકશાન કરવાવાળા કોસ્મેટીક્સ નો ઉપયોગ કરવાની જરૂર નથી. માત્ર ચોખાના પાણી દ્વારા તમે ગોરી અને ચમકતી ત્વચા મેળવી શકો છો. તેના માટે તમે કોટન ને ચોખાના પાણીમાં ડુબાડીને તેને ચહેરા ઉપર લગાવીને ચમકતી ત્વચા મેળવી શકો છો.

મસ્તિક માટે : ચોખાના પાણીથી મગજનો વિકાસ અને શક્તિશાળી બને છે. સાથે તે અલ્જાઈમર રોગને રોકવામાં મદદ કરે છે. એટલા માટે જો તમે મગજ પાવરફુલ કરવા માગો છો તો ચોખાના પાણી ને નકામું સમજીને ફેકો નહી.
હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરે : ચોખાનું પાણી હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરવામા મદદ કરે છે. ચોખા સોડીયમમાં ઓછા હોવાને લીધે હાઈબ્લડપ્રેશર અને હાઈપરટેન્શન થી પીડાતા લોકો માટે સૌથી સારો આહાર માં નો એક માનવામાં આવે છે.

ઘટ ચમકદાર વાળ.વાળ માટે ચોખાનું પાણી ખુબ જ ફાયદાકારક થાય છે. જો તમારા વાળ પાતળા અને નિર્જીવ થવાની તકલીફ થી પરેશાન છો તો ચોખાના પાણી થી વાળ ધુવો. ચોખાના પાણીથી વાળ ધોવાથી વાળ ઘટ થાય છે સાથે સાથે વાળમાં ચમક પણ જળવાય રહે છે. ચોખાનું પાણી ને તમારા વાળમાં લગાવીને ૨૦ મિનીટ માટે છોડી દો. પછી શેમ્પુ અને કન્ડીશનર થી ધોઈ લો. તમે મોંઘી સારવાર સિવાય મેળવી શકો છો, સુંદર અને ચમકતા વાળ.

કેન્સરથી બચાવ.ચોખાના પાણી પીવાથી કેન્સર જેવી ભયંકર બીમારી માંથી રાહત મળી શકે છે.વિજ્ઞાનિક નું માનવું છે કે ચોખામાં ટ્યુમર ને દબાવવા વાળા તત્વો જોવામાં આવ્યા છે કદાચ આ આંતરડાના કેન્સરથી બચવાનું કારણ છે.ડેમેજડ વાળ ને કરે છે ઠીક.જો હેયર સ્ટ્રેટનર અને કેમિકલ્સ ના વધુ ઉપયોગથી તમારા વાળ ખરાબ થઇ ગયા છે તો તે બાબતમાં ચોખા તમારા માટે ઉપયોગી છે. શેમ્પુ કર્યા પછી ચોખાનું પાણી થી હળવા હાથે સ્કેલ્પ મસાજ કરો. પાંચ મિનીટ સુધી તેને તેમ જ રહેવા દો અને પછી સામાન્ય પાણીથી વાળને ધોઈ લો.